LIC જીવન કિરણ પોલિસી : LIC લોન્ચ કરી નવી પોલિસી, સુરક્ષાની સાથે મેચ્યોરિટી પર મળશે પૂરી પ્રીમિયમની રકમ

LIC જીવન કિરણ પોલિસી : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જીવન કિરણ પોલિસી 27 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરવામાં આવી છે.

LIC જીવન કિરણ પોલિસી

જીવન કિરણ પોલિસી : લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા આ નવી ઈન્શ્યોરન્સ પોલિસીની જાહેરાત કરી છે. પોલસીની મુદ્દત દરમિયાન બીમાર વ્યક્તિની મોતની સ્થિતિમાં પરિવારને નાણાકીય સહાયતા મળે છે. મોભીના મોત પછી નહીં રહે પરિવારની ચિંતા, મેચ્યોરિટીમાં પણ બમ્પર ફાયદો.

ઇન્સ્યોરન્સ પોલિસી

જીવન કિરણ પોલિસી જે એક નોન લિંકડ, નોન પાર્ટિસિપેન્ડિંગ વ્યક્તિગત બચત યોજના તેમજ જીવન વીમા પોલિસી છે. આ યોજના પોલિસીની મુદત દરમિયાન વીમિત જીવનના અકાળે મૃત્યુના કિસ્સામાં પરિવારને આર્થિક મદદ પૂરી પાડે છે.

Life Insurance scheme

જીવન કિરણ પોલિસી પ્લાન પ્રીમિયમના રિટર્ન સાથે લાઈફ કવર પ્રદાન કરે છે. સસ્તી કીમત પર વધારે મોટું લાઈફ કવરની અપેક્ષા રાખતા લોકો માટે આ એક ઉત્તમ પોલિસી છે. આ પ્લાન 18 વર્ષથી શરૂ કરી 65 વર્ષ સુધીની વયના લોકો માટે ઉપલબ્ધ છે.

જીવન કિરણ પોલિસીમાં પાકતી મુદત પર જો પોલિસી ચાલું હોય તો લાઈફ એસ્યોર્ડ પર પાકતી મુદતની તારીખે, આ ટર્મ એસ્યોરન્સ વધારાના કોઈ પ્રીમિયમ, ચૂકવેલ કોઈ રાઈડર પ્રીમિયમ અને કરવેરા વિના પ્લાન ચૂકવેલ કુલ પ્રીમિયમ / ચૂકવેલ સિંગલ પ્રીમિયમના રિફંડની મંજૂરી આપે છે.

જીવન કિરણ પોલીસીમાં 2 પ્રકારના ઓપ્શન રાઈડર સામેલ છે આ પ્લાનમાં દુર્ઘટના મૃત્યુ અને વિકલાંગતા લાભ રાઈડર અને દુર્ઘટના લાભ રાઈડર નામના 2 પ્રકારના ઓપ્શન રાઈડર સામેલ છે. LIC પ્રમાણે, પોલિસીધારક વધારાના પ્રીમિયમની ચૂકવણી કરીને આવા રાઈડર્સનો વિકલ્પ પસંદ કરી શકે છે. નોંધપાત્ર રીતે, રાઇડર એવી જોગવાઈ છે, જે વીમા પૉલિસીમાં લાભો ઉમેરે છે અથવા વધારાની શરતોમાં સુધારો કરે છે.

જીવન કિરણ પોલિસી પ્લાનની જાણકારી

  • જીવન કિરણ પોલિસી પ્લાનમાં મોડરેટ લાઈફ કવર માટે સમ એસ્યોર્ડ રકમ રૂ. 15 લાખ છે.
  • આમાં પોલિસીની મુદત 10 વર્ષથી 40 વર્ષ સુધીની છે.
  • ધુમ્રપાન કરતા વ્યક્તિ અને ધુમ્રપાન નહિ કરતા વ્યક્તિઓ માટે પ્રીમિયમના દરો જુદા જુદા છે.
  • પ્રીમિયમની ચૂકવણી સિંગલ પ્રીમિયમ દ્વારા અથવા પોલિસીની મુદત માટે ચૂકવવાપાત્ર રેગ્યુલર પ્રીમિયમ દ્વારા કરી શકાય છે.
  • રૂ.50 લાખથી વધુ સમ એસ્યોર્ડ રકમ માટે ટેબ્યુલર પ્રીમિયમ પર રિબેટ ઉપલબ્ધ છે.
  • રેગ્યુલર પ્રીમિયમ પોલિસી માટે ન્યૂનત્તમ ઈન્સ્ટૉલમેન્ટ પ્રીમિયમ રૂ. 3000/- અને સિંગલ પ્રીમિયમ પોલિસી માટે રૂ. 30000/- રહેશે.

મૃત્યુના સંજોગોમાં: પોલિસીની મુદત દરમિયાન મૃત્યુના સંજોગોમાં જો પોલિસી ચાલું છે, તો ‘મૃત્યુના સંજોગોમાં સમ એસ્યોર્ડ’ ચૂકવવાપાત્ર રહેશે જે નીચે મુજબ છે:

  • રેગ્યુલર પ્રીમિયમ પોલિસી માટે: એન્યુલાઈઝ્ડ પ્રીમિયમના વધુમાં વધુ 7 ગણા અથવા મૃત્યુની તારીખ સુધી “કુલ ચૂકવેલ પ્રીમિયમ”ના 105% અથવા બેઝિક સમ એસ્યોર્ડ.
  • સિંગલ પ્રીમિયમ પોલિસી માટે: સિંગલ પ્રીમિયમના વધુમાં વધુ 125% અથવા બેઝિક સમ એસ્યોર્ડ.
LIC જીવન કિરણ પોલિસી
LIC જીવન કિરણ પોલિસી

આ પણ ખાસ વાંચો :

Upcoming IPO : શેર બજારમાં આવી IPO ની સીઝન, આ સપ્તાહમાં આવશે 5 IPO

TATA Technologies IPO : 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPO માં નાણા રોકવાની તક મળશે

Leave a Comment