KBC 15 : દર્શકોની આતુરતાનો અંત, “કોન બનેગા કરોડપતિ” ની 15મી સીઝન શરુ થવા જઈ રહી છે

KBC 15 : “કોન બનેગા કરોડપતિ15મી સીઝનનો પ્રોમો રીલીઝ થતાજ તારીખની સત્તાવાર જાહેરાત કરવામાં આવી, અમિતાભ બચ્ચન ફરીવાર નાના પડદે પરત ફરી રહ્યા છે.

Table of Contents

KBC 15

સોની ટેલીવિઝન દ્વારા કોન બનેગા કરોડપતિ ની 15મી સીઝનનો ઓફીશયલ પ્રોમો Instagram એકાઉન્ટ પર જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ફરીથી એકવાર કોન બનેગા કરોડપતિ શો ને અમિતાભ બચ્ચન હોસ્ટ કરવા જઈ રહ્યા છે અને ટીવીના નાના પડદે પરત ફરી રહ્યા છે.

આ પ્રોમાંમાં કેહવામાં આવ્યું છે કે ‘જ્ઞાનદાર’, ‘ધનદાર’ અને ‘શાનદાર’ ગેમ શો કૌન બનેગા કરોડપતિ તેની 15મી આવૃત્તિ માટે તૈયાર છે. KBC 15 ના તાજેતરના પ્રોમોમાં અમિતાભ બચ્ચન સહભાગીઓ અને દર્શકોને હાર્દિક શુભેચ્છા પાઠવે છે.

ભારતના સૌથી લોકપ્રિય ગેમ શો એટલે “કોન બનેગા કરોડપતિ” ફરીથી પુનરાગમન કરવા તૈયાર છે, જે 14 ઓગષ્ટના રોજ પ્રીમીયમ શો થી શરૂઆત થશે, જેનું ટેલીકાસ્ટ સોમ થી શુક્રવાર રાત્રે 09:00 વાગ્યેથી સોની ટેલીવિઝન પર કરવામાં આવશે. આ ઓફીશયલ પ્રોમમાં અમિતાભ બચ્ચન એક નવી ઉર્જા સાથે પરત ફરી રહ્યા છે.’આ નવા યુગમાં તમારા બધાનું સ્વાગત છે, 5Gની સ્પીડથી અપગ્રેડ થઈને એક નવા અભિગમ સાથે, આ નવા દોરમાં આપ સૌનું સ્વાગત છે.

તમને જણાવી દઈએ કે કોન બનેગા કરોડપતિ શો ની શરૂઆત વર્ષ 2000 માં શરુ થઇ હતી, અને વર્ષ 2023માં આ તેની 15મી સીઝન શરુ થવા જઈ રહી છે, કોન બનેગા કરોડપતિ શો ની વાત કરીએ તો આ શો ના હોસ્ટ અમિતાભ બચ્ચનના અવાજ થી સૌ કોઈ પ્રભાવિત થયા હતા, અને તેમની પ્રશ્ન પૂછવાની આગવી કળા તેમજ ક્ન્સ્ટેન્ટને પ્રશ્નો ની ગુચવણમાં તેમજ તેમના જવાબ સાચા છે કે ખોટા તે કેહવાની રીત સૌ કોઈના ધબકારા રોકી દેતુ.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 : ચંદ્રયાન 3 પૃથ્વીની કક્ષા છોડી, હવે 5 ઓગષ્ટ મહત્વનો દિવસ

GSRTC : ગુજરાત ST બસના ભાડામાં વધારો, જાણો નવા ભાવ

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી

લોથલ : વિશ્વનું સૌથી મોટું નેશનલ મેરીટાઈમ હેરીટેઝ મ્યુઝીયમ લોથલમાં બનશે

‘કૌન બનેગા કરોડપતિ’ ટીવી પરના સૌથી લોકપ્રિય શોમાંથી એક છે. જ્યારે પણ કોન બનેગા કરોડપતિ શો શરૂ થાય છે ત્યારે તે TRP લિસ્ટમાં ટોપમાં સ્થામ મેળવી લે છે એવામાં બિગ બીનો શો ટીઆરપી લિસ્ટમાં ધમાલ મચાવવા માટે ફરીથી એકવાર તૈયાર છે. અને 14 ઓગષ્ટના રોજ સોની ટેલીવિઝન પરથી પ્રસારિત થવા જઈ રહ્યો છે.

Leave a Comment