જુનીયર ક્લાર્ક રિજલ્ટ 2023 : GPSSB દ્વારા જુનીયર ક્લાર્ક ભરતી ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર

જુનીયર ક્લાર્ક રિજલ્ટ 2023 : ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB) દ્વારા જુનીયર ક્લાર્ક ભરતી 2023નું ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર કરવામાં આવ્યું.

જુનીયર ક્લાર્ક રિજલ્ટ 2023

GUJARAT PANCHAYAT SERVICE SELECTION BOARD, GANDHINAGAR Junior Clerk FINAL SELECT LIST DATE:-11/08/2023 જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) (વર્ગ-૩) ADVT NO.12/202122 JUNIOR CLERK (ADMIN/ACCOUNTS) (CLASS-3).

પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નોટીફીકેશન ક્રમાંકઃ-કેપી/૨૦/૨૦૨૧/પીઆરઆર/૧૦/૨૦૧૪/૧૦૬/KH તા.૨૨/૦૭/૨૦૨૧ના જાહેરનામાંથી બહાર પાડવામાં આવેલ ગુજરાત પંચાયત સર્વીસ (કલાસ-III), રીક્રુટમેન્ટ (એકઝામીનેશન) રૂલ્સ-૨૦૨૧ની જોગવાઇ મુજબ તથા આ સંવર્ગના પંચાયત વિભાગ ધ્વારા બહાર પાડવામાં આવેલા ભરતી નિયમોને ધ્યાનમાં રાખી તેમજ મંડળની આ સંવર્ગની વિગતવાર જાહેરાતમાં જણાવેલ જોગવાઇઓને આધીન રહીને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

જુનીયર ક્લાર્ક રિજલ્ટ 2023
જુનીયર ક્લાર્ક રિજલ્ટ 2023

પંચાયત વિભાગના પત્ર ક્રમાંક:-મકમ/૧૫૨૦૨૧/૯૨૫/ખ તાર૭-૧૨-૨૦૨૧થી આપવામાં આવેલા માંગણાપત્રક મુજબ માંગણાપત્રકમાં દર્શાવેલ જિલ્લા પંચાયત વાઇઝ કેટેગરી વાઇઝ જગ્યાની સંખ્યાને ધ્યાને લઇને આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

આ સંવર્ગની મંડળની જાહેરાત અન્વયે યોજવામાં આવેલી સ્પર્ધાત્મક પરીક્ષા બાદ મંડળ ધ્વારા આખરી કરવામાં આવેલી ફાઇનલ આન્સર કીને આધારે મંડળ ધ્વારા પ્રસિધ્ધ કરાયેલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટ અને એડીશનલ પ્રોવીઝનલ મેરીટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરીફીકેશન અને તે પરત્વેના મંડળના નિર્ણય અનુસાર આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત, જન્મ તારીખ, જાતિ વિગેરે અંગેના અસલ પ્રમાણપત્રો અને દસ્તાવેજોની ચકાસણી સંબંધિત નિમણુંક સત્તાધિકારી ધ્વારા કરી લેવાની રહેશે અને ત્યાર બાદ જ સંબંધિત ઉમેદવારોને નિમણુંક આપવાની રહેશે.

આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી જો કોઇ ઉમેદવાર સરકારી સેવામાં ફરજ બજાવતા હોય તો તે કિસ્સામાં સામાન્ય વહીવટ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ- એઓએ/૧૦૮૮/૩૯૪૦/ગ-૨ તા ૦૮-૧૧-૧૯૮૯ની જોગવાઇ મુજબ ઉમેદવારે હાલના ફરજની કચેરીની સક્ષમ સત્તાધિકારીએ ઇસ્યુ કરેલ “ના વાંધા પ્રમાણપત્ર (NOC)” નિમણુંક સત્તાધિકારીને નિમણૂંક મેળવતા પૂર્વે રજૂ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

જુનીયર ક્લાર્ક ફાઈનલ સિલેકશન લીસ્ટ 2023 અહીંથી ડાઉનલોડ કરો

આ ફાઇનલ સીલેકટ લીસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોએ સરકારશ્રીના સામાન્ય વહીવટ વિભાગના તા ૧૩-૦૮-૨૦૦૮ તેમજ તા ૧૮-૦૩-૨૦૧૬ ના ઠરાવ ક્રમાંકઃ- સીઆરઆર-૧૦ ૨૦૦૭ ૧૨૦૩૨૦-ગ-પ થી નકકી કરેલ અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝીક જાણકારી અંગેના સરકારશ્રી ધ્વારા નિયત કરેલ કોર્ષના ઉલ્લેખ સાથેનું માન્ય પ્રમાણપત્ર નિમણુંક મેળવતા પૂર્વે નિમણુંક સત્તાધિકારીને રજુ કરવાની શરતે આ ફાઇનલ સીલેકટ લીસ્ટ બહાર પાડવામાં આવે છે.

આ પણ ખાસ વાંચો:

તલાટી રિજલ્ટ 2023 : GPSSB દ્વારા તલાટી ભરતી ફાઈનલ સિલેકશન લીસ્ટ જાહેર

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું : IELTSમાં 6 બેન્ડની જરૂર નથી, ક્યારથી નિયમ લાગુ થશે? જાણો વિગતવાર માહિતી

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

PM SVAnidhi Yojana : કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

Leave a Comment