Jio Plan : Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો પ્લાન

Jio Plan : જીયોના ગ્રાહકો માટે જબરદસ્ત મોટો ઝટકાના સમાચાર મળી રહ્યા છે, Jio એ સૌથી સસ્તા પ્રીપેડ પ્લાનને પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે, જાણો હવે જીયોનો સૌથી સસ્તો પ્લાન કયો છે.

Table of Contents

Jio Plan

હાલ જીયો યુજર્સ માટે માઠા સમાચાર મળી રહ્યા છે, જીયોએ પોતાનો સૌથી સસ્તો પ્લાન 119 રૂપિયાનો પ્રીપેડ પ્લાન પોતાના રીચાર્જ લીસ્ટમાંથી હટાવી દીધો છે, એટલે કે પોતાના પોર્ટફોલિયોમાંથી હટાવી દીધો છે. જીયોએ આ પ્લાનને 2021ના અંતમાં ટેરીફ વધારા બાદ રજુ કર્યો હતો.

જીયોના સૌથી સસ્તા પ્લાન વાત કરીએ તો એટલે કે 119 રૂપિયાના પ્લાનમાં 14 દિવસની વેલીડીટીની સાથે ગ્રાહકોને 1.5 જીબી ડેઈલી ડેટા, અનલીમીટેડ વોઈસ કોલિંગ અને ડેઈલી 100 SMS મળતા હતા, પરંતુ આ પ્લાન હવે દેશના કોઈ પણ ભાગમાં ગ્રાહકો માટે ઉપલબ્ધ નથી.

જીયોના ગ્રાહકોને હવે સસ્તા પ્લાન માટે 30 રૂપિયા વધુ ખર્ચવા પડશે, આમ જોવા જઈએ તો જીયોનું આ પગલું બિલકુલ એરટેલ કર્યું હતું અને તેનાથી કંપનીને પ્રતિ યુઝર એવરેજ (એઆરપીયુ) ના આંકડા સુધારવામાં મદદ મળશે.

જીયોના આ સાથે બીજા પ્લાનની વાત કરીએ તો 209, 599 અને 155 પણ ગ્રાહક માટે ઉપલબ્ધ નથી રહ્યા. અને જીયોના સસ્તા પ્લાનની વાત કરીએ તો 149 રૂપિયાથી શરૂઆત થશે.

આ પ્લાનમાં ગ્રાહકોને શું શું મળેશે એ પણ જાણી લઈએ, તો આ પ્લાનમાં જીયોના ગ્રાહકોને 20 દિવસની વેલિડિટી મળે છે. પ્લાનમાં ગ્રાહકોને જિયો સિનેમા, જિયોક્લાઉડ, અને જિયો ટીવીની સાથે અનલિમિટેડ વોઈસ કોલિંગ, ડેઈલી 100 એસએમએસ અને ડેઈલી 1 જીબી ડેટા મળે છે. અત્રે જણાવવાનું કે આ પ્લાન જિયોના 5જી વેલકમ ઓફર માટે એલિજિબલ નથી જેમાં યૂઝર્સને ટ્રુલી અનલિમિટેડ 5જી ડેટા મળે છે. 

Jio Plan
Jio Plan

આ સિવાય પણ ઘણા પ્લાન માં ચેન્જ થયો છે, તેમજ બીજા પ્લાન પણ ઉમેરવામાં આવ્યા છે, જીયોના ગ્રાહકો My Jio એપમાં જઈને પોતાના પ્લાન ચેક કરી સકેશે.

આ પણ ખાસ વાંચો:

National Film Award 2023 : નેશનલ ફિલ્મ એવોર્ડ 2023માં ગુજરાતી ફિલ્મો ઝળકી, જાણો તમામ માહિતી

Vishvakarma Yojana | વિશ્વકર્મા યોજના : માત્ર 5 ટકા વ્યાજે મળશે લોન, 17 સપ્ટેમ્બર 2023 થી શરુ થશે યોજના

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

Leave a Comment