ઇસ્કોન બ્રીજ અકસ્માત : પોલીસની 1 વર્ષની દીકરીને ધંધુકાના બિલ્ડરે લીધી દત્તક

ઇસ્કોન બ્રીજ અકસ્માત : આ અકસ્માતમાં મૃત્યુ પામેલ પોલીસ કોન્સ્ટેબલની 1 વર્ષની દીકરીની તમામ જવાબદારી ઉપાડવાનો નિર્ણય ધંધુકાના બિલ્ડર ઉપેન્દ્રસિંહ ચાવડાએ લીધો.

ઇસ્કોન બ્રીજ અકસ્માત

અમદાવાદમાં બુધવારે રાત્રે જેગુઆર કારમાં બેસીને બેફામ ડ્રાઈવીંગ કરીને ઇસ્કોન બ્રીજ પર 9 જિંદગીને વેર વિખેર કરી નાખનાર 19 વર્ષીય તથ્ય પટેલ જેલમાં છે, પરંતુ આ 9 જિંદગીઓમાં એવા લોકો પણ હતા જેમણે પરિવારનો એકનો એક દીકરો ગુમાવ્યો છે અને પુરા પરિવારનો મુખ્ય આવકનો સ્ત્રોત પણ હતો.

પરંતુ કેહવાય છે કે દુનિયામાં હજુ પણ સારા માણસો છે અને તેને લીધી લોકોને મદદ મળતી રહે છે, તેવું જ કરી બતાવ્યું છે આ ધંધુકા તાલુકાના બિલ્ડર મૂળ જાળિયા ગામના વતની ઉપેન્દ્રસિંહ ચાવડા એ જેમને માનવતાને મેહકાવીને મૂળ સુરેન્દ્રનગરના ચુડા ગામના વતની અને અમદાવાદમાં પોલીસમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ નારસંગભાઈ પરમારનું અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા, જેમની 1 વર્ષની દીકરી કાવ્યાની તમામ જવાબદારી ઉપાડવાનો નિર્ણય લીધો છે, અને તેમનું માનવું છે કે રૂપિયા હોય તો કોઈને જીવાડાય, પણ મરાય નહિ.

ઇસ્કોન બ્રીજ અકસ્માત
ઇસ્કોન બ્રીજ અકસ્માત

ધર્મેન્દ્રસિંહ તેમના પરિવારમાં એકના એક દીકરા હતા, તેઓ તેમના માતા-પિતા, 1 વર્ષની દીકરી અને પત્ની સાથે રેહતા , ધર્મેન્દ્રસિંહ તમેના પરિવારમાં આવક મેળવતા એક માત્ર વ્યક્તિ હતા, અકસ્માતમાં તેમનું મોત થવાના કારણે 1 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી અને પરિવાર માટે પણ આર્થિક મુશ્કેલીની ચિંતા ઉભી થઇ હતી. આ ઘટનાની જાણ થતા જ ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા ધર્મેન્દ્રસિંહના પરિવારનો સંપર્ક સાધ્યો હતો, પરિવારની મુલાકાત દરમ્યાન આ એક વર્ષની દીકરી કાવ્યાબા નું શું? તેવો વિચાર આવતા જ તેમણે આ દીકરીને દત્તક લઈને તેનો આજીવન નિર્વાહ કરવાના નિર્ણય અંગે પરિવારને જાણ કરી હતી, એટલે કે દીકરીના શિક્ષણ, લગ્ન સહિતનો આજીવન ખર્ચ તેઓ ઉઠાવશે, તેમના આ નિર્ણયથી જાણે ફરીથી એક વાર માનવતા મહેક ખીલી ઉઠી હોય એવું લાગી રહ્યું છે.

ધંધુકા તાલુકાના બિલ્ડર મૂળ જાળિયા ગામના વતની ઉપેન્દ્રસિંહ ચાવડા હાલ અમદાવાદમાં રહે છે, જેમને બે દીકરીઓ છે, અને ચાર ભાઇઓ છે. ઉપેન્દ્રસિંહ પોતે ભવાની બિલ્ડર્સના નામથી બિલ્ડીંગ કન્સ્ટ્રકશનનું કામ કાજ કરે છે. ઉપેન્દ્રસિહ પોતાની દીકરી આસ્થાના નામથી ઘણા સમયથી આસ્થા ફાઉન્ડેશન ચલાવે છે. આ ફાઉન્ડેશન થકી તેઓ સમયાંતરે સમૂહલગ્નનું પણ આયોજન કરે છે, જે ઓ આ વર્ષે તારીખ 24.11.2023 ના રોજ 111 દીકરીઓના સર્વ જ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું આયોજન કરી રહ્યા છે.

આ પણ ખાસ વાંચો:

સરકારી સહાય : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સામચાર

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

Upcoming IPO : શેર બજારમાં આવી IPO ની સીઝન, આ સપ્તાહમાં આવશે 5 IPO

Leave a Comment