International Tiger Day 2023 : વિશ્વ વાઘ દિવસ દુનિયામાં સૌથી વધુ વાઘ ભારતમાં

International Tiger Day 2023 : 29 જુલાઈના રોજ વિશ્વ વાઘ દિવસ ઉજવવામાં આવે છે, વાઘ એ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. અને દુનિયમાં સૌથી વધુ વાઘ ભારતમાં છે.

International Tiger Day 2023

આજે 29 જુલાઈ 2023 છે, અને આજનો દિવસ વિશ્વ વાઘ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ વાઘ દિવસ આખી દુનિયામાં ઉજવવામાં આવે છે આ દિવસ એટલા માટે ઉજવાય છે કે લોકોને વાઘને બચાવવા માટે જાગૃતિ ફેલાવાના હેતુથી મનાવવામાં આવે છે.

વિશ્વ વાઘ દિવસ 2023

વિશ્વ વાઘ દિવસ 2023 ની શરૂઆત વર્ષ 2010માં થઇ હતી, આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની શરૂઆત 2010 માં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ ટાઇગર સમિટ દરમિયાન થઈ હતી. આ સમિટ દરમિયાન, ભારત, રશિયા અને ચીન સહિતના ઘણા દેશો એક સાથે આવ્યા હતા અને પ્રાણીની સુરક્ષાના ઉદ્દેશ્ય સાથે કરારમાં જોડાવા માટે સંમત થયા હતા. તેર વાઘ શ્રેણીના દેશો આ પ્રતિબદ્ધતાનો ભાગ હતા. સમિટમાં, આ દેશોએ 2022 સુધીમાં વાઘની સંખ્યા બમણી કરવાનો ઉદેશ્ય રાખ્યો હતો.

વિશ્વ વાઘ દિવસ વાઘના સંરક્ષણ અને તેમની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવાના ઉદ્દેશ્ય સાથે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઇતિહાસમાં નજર કરીયે તો 9 જુલાઇ, 1969ના રોજ વન્યજીવ બોર્ડ દ્વારા સિંહને ભારતનું રાષ્ટ્રીય પ્રાણી જાહેર કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ અચાનક 18 નવેમ્બર, 1972માં વાઘને ભારતનો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો.

વિશ્વ વાઘ દિવસે વાઘના સંરક્ષણ અંગે ભારત ભરમાં વિવિધ સ્થળોએ સેમિનારનું આયોજન કરવામાં આવે છે. આ દ્વારા વધુમાં વધુ લોકોને વાઘ વિશે માહિતી આપવામાં આવે છે અને તેમના સંરક્ષણ વિશે જાગૃત કરવામાં આવે છે. વાઘના સંરક્ષણ માટે કામ કરતી સંસ્થાઓને પ્રોત્સાહિત અને દાન આપવામાં આવે છે.

વિશ્વભરના ઘણા પ્રદેશોમાં લુપ્તપ્રાય પ્રજાતિ તરીકે, વાઘને તેમના અસ્તિત્વ માટે અસંખ્ય જોખમોનો સામનો કરવો પડે છે, જેમાં વસવાટની ખોટ અને શિકારનો સમાવેશ થાય છે. આ દિવસ વૈશ્વિક સ્તરે વાઘ અને તેમના કુદરતી રહેઠાણના રક્ષણ માટેના પ્રયાસોને એક કરવા માટે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

International Tiger Day 2023
International Tiger Day 2023

World Tiger Day 2023

ભારતમાં વાઘના રક્ષણ માટે વર્ષ 1972માં શરૂ કરાયેલા ટાઇગર પ્રોજેક્ટને 50 વર્ષ પૂર્ણ થયા છે. આ વખતે વિશ્વ પ્રસિદ્ધ કોર્બેટ ટાઈગર રિઝર્વમાં ગ્લોબલ ટાઈગર ડેની ઉજવણી કરવામાં આવશે. ભારતમાં છેલ્લા 4 વર્ષમાં વાઘની સંખ્યામાં 200 વાઘ નો ઉમેરો થયો છે. છેલ્લે ગણતરી મુજબ ભારતમાં વાઘની સંખ્યા અંદાજીત 3167 પર પહોચી છે, જે વૈશ્વિક વાઘની 75% વસ્તી છે.

આ પણ ખાસ વાંચો :

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

2 thoughts on “International Tiger Day 2023 : વિશ્વ વાઘ દિવસ દુનિયામાં સૌથી વધુ વાઘ ભારતમાં”

Leave a Comment