IND Vs WI : વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, સંજુની વાપસી

IND Vs WI : વન ડે અને ટેસ્ટ મેચ માટે BCCI દ્વારા વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમ જાહેર કરી. જેમાં ચેતેશ્વર પૂજારાને ટેસ્ટ ટીમમાં જગ્યા નથી મળી, તેમજ એક બાજુ વનડે ટીમમાં સંજુ સેમસનની વાપસી થઇ છે.

IND Vs WI : વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ

લગભગ 1 મહિનાના આરામ બાદ ભારતીય ટીમ એક નવા પ્રવાસની શરૂઆત કરશે, જેમાં આ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસમાં 2 ટેસ્ટ, 3 વનડે અને 5 T20 મેચનો સમાવેશ થાય છે. BCCI દ્વારા ટેસ્ટ ટીમ તેમજ ODI ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે.

IND Vs WI

આ પ્રવાસનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસની શરૂઆત 12 જુલાઈથી ટેસ્ટ મેચ થી કરશે, આ પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ 12 જુલાઈ થી 24 જુલાઈ દરમ્યાન રમશે, જયારે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈ થી 24 જુલાઈ દરમ્યાન રમશે.

ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ 3 ODI મેચની સીરીઝ 27 જુલાઈ થી શરુઆત થઇ છે, જેની બીજી મેચ 29 જુલાઈ અને શ્રેણીની અંતિમ વનડે મેચ 1 ઓગષ્ટના રોજ રમાશે.

IND Vs WI
IND Vs WI

ODI સીરીઝ બાદ 5 મેચની T20 શ્રેણી રમવાની રેહશે જેમાં પ્રથમ ત્રણ મેચ વેસ્ટ ઇન્ડીઝ અને છેલ્લી બે મેચ અમેરિકાના ફ્લોરીડામાં રમશે, T20 સિરીઝની શરુઆત 3 ઓગષ્ટ થી થશે અને પંચમી T20 13 ઓગષ્ટના રોજ ફ્લોરીડામાં રમશે.

IND Vs West Indies Schedule

India Test Squad

ભારતીય ટેસ્ટ ટીમ આ મુજબ છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યસશ્વી જયસ્વાલ, અંજીકીય રહાણે, (વાઈસ કેપ્ટન), કેએસ ભરત, ઇશાન કિશન,અશ્વિન, જાડેઝા, શાર્દુલ ઠાકોર, અક્ષર પટેલ, શમી, સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, નવદીપ શેની.

India ODI Squad

ભારતીય વનડે ટીમ : હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર

લાઇવ મેચ કઈ રીતે જોઈ શકશો?

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ પણ છે કે ભારતીય ક્રિકેટ રસિકો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે.

આ પણ ખાસ વાંચો :

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : લારી પર બેસીને ખાધી પાણીપુરી

WhatsAppનું નવું ફ્યુચર : યુવતીઓ માટે ખુબજ લાભદાયી

વીજળીનો વરસાદ : વીજળીના ચમકારા તો બહુ જોયા હશે તો હવે જુવો આ વીજળીનો વરસાદ

Leave a Comment

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો