IND Vs WI Test 2 Live Streaming : ભારત વેસ્ટ ઇન્ડીઝ મેચ લાઇવ કઈ રીતે જોઈ શકશો

IND Vs WI Test 2 Live Streaming : ભારત વેસ્ટ ઇન્ડીઝ બીજી ટેસ્ટ 20 જુલાઈ 2023 ના રોજ થી સાંજે 07:30 આ રીતે લાઇવ સ્ટ્રીમીંગ નિહાળી શકશો.

IND Vs WI Test 2 Live Streaming

આપ સૌને જણાવી દઈએકે ભારત આ ટેસ્ટ સીરીઝમાં 1-0 થી આગળ છે, ડોમીનીકા માં રમાઈ ગયેલ પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી, આ ટેસ્ટ મેચનો હીરો અને મેન ઓફ ધ મેચ યશ્શ્વી જયસ્વાલ રહ્યો હતો, જેને પોતાની પ્રથમ ડેબ્યુ મેચમાં સતક લગાવ્યું હતું અને ઈતિહાસ રચ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં રોહિત શર્માએ પણ શતક લગાવ્યું હતું, યશસ્વી જયસ્વાલ સાથે ઇશાન કિશને પણ ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું.

પેહલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલ સાથે રવિચંદ્ર અશ્વિન પણ મેચનો હીરો રહ્યો હતો, અશ્વિને પેહલા દાવમાં પાંચ વિકેટ લીધી હતી ત્યાર બાદ બીજી ઈનિંગમાં પણ 7 વિકેટ લઈને વેસ્ટ ઇન્ડીઝને ઘૂંટણીએ પાડી દીધું હતું, સાથે સાથે ગુજરાતના શેર એટેલે કે રવીન્દ્ર જાડેઝાએ પણ સારી બોલિંગનું પ્રદર્શન કર્યું હતું.

ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ લાઇવ ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો?

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી ટેસ્ટ મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ DD Sports પર અલગ અલગ ભાષાઓમાં કરવામાં આવ છે, આ મેચ ફ્રીમાં DTH પર જોઈ શકાશે, તેમજ JioCinema એપ પર કરવામાં આવશે.

ભારત વેસ્ટ ઇન્ડીઝ ની બીજી ટેસ્ટ મેચ ક્વીન્સ પાર્ક ઓવલ, પોર્ટ ઓફ સ્પેન સ્ટેડીયમ ખાતે રમાવા જઈ રહી છે, બીજી ટેસ્ટ મેચ માં પોતાના નામે નવા વિક્રમો રચવા જઈ રહ્યો છે. બીજી ટેસ્ટમાં કદાચ અક્ષર પટેલનો સમાવેશ થઇ શકે છે, હવે એ જોવાનું રહ્યું કે ભારતના કેપ્ટન રોહિત શર્મા ભારતીય ટેસ્ટ ઈલેવનમાં કોઈ ફેરફાર કરે છે કે નહિ.

અહિયાં તમને એ પણ જણાવી દઈએ કે એશિયા કપ 2023 નો કાર્યક્રમ પાન 19 જુલાઈના રોજ જાહેર કરવામાં આવ્યો છે, જેની શરૂઆત 30 ઓગષ્ટથી થઇ રહી છે. એશિયા કપ 2023 માં ભારત અને પાકિસ્તાનની ટક્કર 2 સપ્ટેમ્બરના રોજ કેન્ડી, શ્રીલંકા ખાતે થવા જઈ રહીછે, ક્રિકેટ પ્રેમીઓ તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આ પણ ખાસ વાંચો:

Asia Cup 2023 Schedule : એશિયા કપ 2023 કાર્યક્રમ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ

ICC World Cup 2023 Schedule : વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર

Leave a Comment