IND Vs WI T20 : આજે ગુયાનામાં ભારત – વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી T20 જાણો કેવી રીતે જોઈ શકશો લાઇવ

IND Vs WI T20 : ટીમ ઇન્ડિયા સીરીઝમાં 2-0 થી પાછળ છે, ભારત – વેસ્ટ ઇન્ડીઝની વચ્ચે ત્રીજી T20 મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડીયમ ખાતે રમાશે, કેવી રીતે લાઇવ જોઈ શકશો.

IND Vs WI T20

ભારત – વેસ્ટ ઇન્ડીઝની પાંચ T20ની સીરીઝમાં ભારત 2-0 થી પાછળ છે, ભારતીય ટીમ હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં પોતાની પેહલી બે મેચ હારી ચુક્યું છે, અને જો આજે પણ ભારતીય ટીમને હાર મળે તો આ T20 સીરીઝ યજમાન વેસ્ટ ઇન્ડીઝ ટીમ પોતાના નામે કરશે. એટલે ભારતીય ટીમને આ શ્રેણીમાં ટકી રેહવા માટે આજની મેચ જીતવી જરૂરી છે.

ભારતીય ટીમની વાત કરીએ તો હાલ ભારતીય ટીમમાં પેહલી બે મેચમાં ઘણા ફેરફારો જોવા મળી રહ્યા છે, મેનેજમેન્ટ કેહવું છે કે વર્લ્ડ કપ ને ધ્યાનમાં રાખીને દરેક ખેલાડીને મોકો આપી રહ્યા છે, અને વર્લ્ડ કપમાં ક્યાં ખેલાડી ફીટ બેસી શકે તેની તલાશ થઇ રહી છે. જો કે પ્રથમ બે T20 મેચની વાત કરીએ તો ભારતની બેટિંગ સારો સ્કોર કરવામાં નિષ્ફળ રહી હતી.

હવે એ જોવાનું રહ્યું કે ભારતીય ટીમના કેપ્ટન હાર્દિક પંડ્યા ત્રીજી T20 માં કોને ચાન્સ આપશે, યજમાન ટીમ એટલે કે વેસ્ટ ઇન્ડીઝની ટીમની વાત કરીએ તો નિકોલસ પૂરણ ફૂલ ફોર્મ છે અને તેને બંને મેચમાં સારું પ્રદર્શન કરીને સારો સ્કોર બનાવ્યો હતો, જેના લીધે વેસ્ટ ઇન્ડીઝ ટીમ બંને મેચોમાં જીત હાસલ કરવામાં સફળ રહી હતી, અને ભારતીય ટીમની વાત કરીએ તો શુભમન ગીલ અને ઇશાન કિશન બંને ઓપનર ભારતીય ટીમને સારી શરુઆત દેવામાં નિષ્ફળ રહ્યા છે, ભારતીય ટીમમાં ડેબ્યુ કરી રહેલા તિલક વર્મા એ બંને મેચમાં સારું પ્રદર્શન કર્યું હતું અને બીજી મેચમાં 50 રન બનાવ્યા હતા.

ટીવી પર લાઇવ કેવી રીતે જોઈ શકશો?

તો તમને જણાવી દઈએ કે ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી T20 મેચનું લાઇવ પ્રસારણ DD સ્પોર્ટ્સ દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવે છે.

લાઇવ સ્ટ્રીમીંગ કેવી રીતે જોવું?

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી T20 મેચનું લાઇવ સ્ટ્રીમીંગ JIOcinema અને ફેનકોડ અને વેબસાઈટ દ્વારા લાઇવ જોઈ શકાશે.

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ત્રીજી T20 મેચ ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડીયમ ખાતે રમાશે, આ મેચ ભારતીય સમય અનુસાર રાત્રે 08:00 વાગ્યે શરુ થશે, અને ટોસ 07:30 વાગ્યે થશે.

IND Vs WI T20
IND Vs WI T20

ભારતની T20 ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, ઉમરાન મલિક, અવેશ ખાન.

વેસ્ટ ઈન્ડિઝ T20 ટીમ

નિકોલસ પૂરન (wk), રોવમેન પોવેલ (c), બ્રાન્ડોન કિંગ, કાયલ મેયર્સ, જ્હોન્સન ચાર્લ્સ, શિમરોન હેટમાયર, રોમારિયો શેફર્ડ, જેસન હોલ્ડર, અકીલ હુસૈન, અલઝારી જોસેફ, ઓબેદ મેકકોય, ઓડેન સ્મિથ, શાઈ હોપ, ઓશેન થોમસ, રોસ્ટન ચેઝ.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

તાડપત્રી સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

Leave a Comment