IND Vs WI Live Streaming : ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ આ રીતે જોઈ શકશો લાઇવ

IND Vs WI Live Streaming : ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ આ રીતે જોઈ શકશો લાઇવ એકદમ ફ્રીમાં, ભારત વેસ્ટ ઇન્ડિઝ પ્રથમ ટેસ્ટ મેચ આજ રોજ સાંજે 07:30 થી શરુ થવા જઈ છે.

IND Vs WI Live Streaming

IND Vs WI : ભારત વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઇ ચુકી છે, હવે એ જોવાનું રહ્યું કે ફાઈનલ ઈલેવનમાં કોણ જગ્યા બનાવી શકશે, આપને જણાવી દઈએકે ચેતેશ્વર પૂજારાને ટીમમાં સામેલ કરવામાં આવેલ નથી.

ભારત અને વેસ્ટ ઇન્ડિઝની 2 ટેસ્ટ મેચની સીરીઝ 12 જુલાઈના રોજથી શરૂવાત થઇ રહી છે, જે ભારતીય સમય અનુસાર સાંજે 07:30 થી લાઇવ પ્રસારણ જોઈ શકાશે.

આ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 12 જુલાઈથી ડોમીનીકાના વિન્ડસર પાર્કમાં રમાશે, ભારત લગભગ ૧૩ વર્ષ બાદ ડોમીનીકામાં ટેસ્ટ મેચ રમશે. આ મેદાન પર છેલ્લી વખત 2011માં મેચ ડ્રોમાં પૂરી થઇ હતી, ભારતીય ટીમની વાત કરીએ તો ભારત આ મેદાન પર માત્ર એક જ મેચ રમ્યું છે, હવે જોવાનું રહ્યું કે ભારતીય ટીમ કરેબીયન પીચ પર કેવું પ્રદર્શન કરે છે.

ભારત વેસ્ટ ઇન્ડિઝ મેચ લાઇવ ફ્રીમાં કઈ રીતે જોઈ શકશો?

ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પ્રથમ મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ DD Sports પર અલગ અલગ ભાષાઓમાં કરવામાં આવ છે, આ મેચ ફ્રીમાં DTH પર જોઈ શકાશે, તેમજ JioCinema એપ પર કરવામાં આવશે.

ભારતીય ક્રિકેટ ફેન્સ માટે સારા સમાચાર એ પણ છે કે ભારતીય ક્રિકેટ રસિકો વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસની તમામ મેચોનું લાઈવ ટેલિકાસ્ટ ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર ફ્રીમાં જોઈ શકશે. ફેનકૉડ પાસે ભારતમાં વેસ્ટ ઈન્ડિઝની મેચોનું લાઈવ પ્રસારણ કરવાનો અધિકાર છે. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Viacom18 એ ડિજિટલ બ્રૉડકાસ્ટ માટે ફેનકૉડ સાથે પાર્ટનરશીપ કરી છે. આથી ફેન્સ Jio સિનેમા એપ પર પણ મેચ જોઈ શકશે.

IND Vs WI Live Streaming
IND Vs WI Live Streaming

આ પ્રવાસનું શેડ્યુલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે, ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝના પ્રવાસની શરૂઆત 12 જુલાઈથી ટેસ્ટ મેચ થી કરશે, આ પ્રવાસ દરમિયાન પ્રથમ ટેસ્ટ 12 જુલાઈ થી 24 જુલાઈ દરમ્યાન રમશે, જયારે બીજી ટેસ્ટ મેચ 20 જુલાઈ થી 24 જુલાઈ દરમ્યાન રમશે.

ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ 3 ODI મેચની સીરીઝ 27 જુલાઈ થી શરુઆત થઇ છે, જેની બીજી મેચ 29 જુલાઈ અને શ્રેણીની અંતિમ વનડે મેચ 1 ઓગષ્ટના રોજ રમાશે.

India Test Squad

ભારતીય ટેસ્ટ ટીમ આ મુજબ છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, યસશ્વી જયસ્વાલ, અંજીકીય રહાણે, (વાઈસ કેપ્ટન), કેએસ ભરત, ઇશાન કિશન,અશ્વિન, જાડેઝા, શાર્દુલ ઠાકોર, અક્ષર પટેલ, શમી, સિરાજ, જયદેવ ઉનડકટ, મુકેશ કુમાર, નવદીપ શેની.

India ODI Squad

ભારતીય વનડે ટીમ : હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને જયદેવ ઉનડકટને સ્થાન આપવામાં આવ્યું છે. રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ઋતુરાજ ગાયકવાડ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક, મુકેશ કુમાર.

આ પણ ખાસ વાંચો:

IND Vs WI : વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ માટે ભારતીય ટીમનું એલાન, સંજુની વાપસી

Leave a Comment