ICC World Cup 2023 Schedule : વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર

ICC World Cup 2023 Schedule : ICC દ્વારા મેન્સ વર્લ્ડકપ 2023નો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો, આ અગાઉ 26 જૂન 2023ના રોજ વર્લ્ડકપ 2023ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

ICC World Cup 2023 Schedule

ઘણા સમયથી રાહ જોતા ક્રિકેટ પ્રેમીઓ માટે સારા સામચાર આવી રહ્યા છે ICC દ્વારા વર્લ્ડકપ 2023ના કાર્યક્રમની ઓફીશયલ જાહેરાત કરવામાં આવી છે, આ વખતે મેન્સ વર્લ્ડકપ 2023ની યજમાની ભારત કરવાનું છે. આમ જોવા જઈએતો સૌથી વધુ ક્રિકેટ પ્રેમીઓ ભારતમાં છે, જેથી આ ટુર્નામેન્ટનો ક્રેઝ કાઈક અલગજ રેહશે.

વર્લ્ડ કપની શરૂઆત 5 ઓક્ટોબરના રોજ ઇંગ્લેન્ડ Vs ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે, જે અમદાવાદ ના નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં રમાશે, અને સૌથી વધુ લોકપ્રિય મેચ ભારત Vs પાકિસ્તાન મેચ 15 ઓક્ટોબરના રોજ રમાશે, તે મેચ પણ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્તેસીયમ ખાતે જ રમાશે. જે ઐક હાઈ વોલ્ટેજ મેચ રમાશે.

વર્લ્ડકપ દરમિયાન ભારતની મેચ આ તારીખે યોજાશે

  • 8 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ ઓસ્ટ્રેલિયા- ચેન્નાઇ
  • 11 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ અફઘાનિસ્તાન- દિલ્હી
  • 15 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ પાકિસ્તાન- અમદાવાદ
  • 19 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ બાંગ્લાદેશ- પૂણે
  • 22 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ- ધરમશાળા
  • 29 ઓક્ટોબર- ભારત વિરૂદ્ધ ઇંગ્લેન્ડ- લખનૌ
  • 2 નવેમ્બર- ભારત વિરૂદ્ધ ક્વોલિફાયર-2 મુંબઇ
  • 5 નવેમ્બર- ભારત વિરૂદ્ધ દક્ષિણ આફ્રિકા- કોલકાતા
  • 11 નવેમ્બર- ભારત વિરૂદ્ધ ક્વોલિફાયર-1- બેંગલુરૂ

ભારતીય ટીમ વર્લ્ડકપની શરૂઆત 8 ઓક્ટોબર 2023ના રોજ ઓસ્ટ્રેલીયા વિરુદ્ધ ચિદમ્બરમ સ્ટેડીયમ, ચેન્નાઈ થી કરશે. વર્લ્ડકપમાં કુલ 10 વેન્યુ રેહશે જેમાં અમદાવાદ, મુંબઇ, ધરમશાળા, દિલ્હી, હૈદરાબાદ, ચેન્નાઇ, લખનૌ, પૂણે, બેંગલુરૂ, કોલકાતા. હૈદરાબાદ સિવાય ગુવાહાટી અને તિરૂવનંતપુરમ 29 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી પ્રેક્ટિસ મેચની યજમાની કરશે.

ભારત પાકિસ્તાન મેચ ક્યારે યોજાશે?

દરેક ક્રિકેટ પ્રેમીનો એક જ સવાલ છે કે ભારત પાકિસ્તાન મેચ ક્યારે યોજાશે, તો આપ સૌને જણાવી દઈએ કે ભારત પાકિસ્તાન મેચ 15 ઓક્ટોબરના 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે રમાશે.

ICC World Cup 2023 Schedule
ICC World Cup 2023 Schedule Image Source From : @ICC

વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ

આ પેહલા ICC દ્વારા વર્લ્ડકપ ટ્રોફીનું અનાવરણ અંતરીક્ષમાં કરવામાં આવ્યું હતું, જેનો વિડીયો પણ ICC દ્વારા ટ્વીટર પર શેર કરવામાં આવ્યો હતો. જેમાં જોઈ શકાય છે કે પૃથ્વીથી 12000 ફૂટની ઉંચાઈ પર આ ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

Leave a Comment