IBPS Bharti 2023 : IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો સંપૂર્ણ વિગત

IBPS Bharti 2023 : ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન દ્વારા સ્પેશ્યાલીસ્ટ ઓફિસર 41 જગ્યા અને પ્રોબેશનરી ઓફિસર માટે 3049 જગ્યા માટે ભરતી જાહેર.

IBPS Bharti 2023

સ્પેશ્યાલીસ્ટ ઓફીસર (SO) માટેની પ્રારંભિક પરીક્ષા ડિસેમ્બર 30 / 31 ડિસેમ્બરના રોજ લેવામાં આવશે. પ્રોબેશનરી ઓફીસર (PO) માટે પ્રારંભિક પરીક્ષા (Prelims Exam) સપ્ટેમ્બરમાં લેવામાં આવશે.

IBPS PO / MT અને SO ભરતી 2023

બેન્કમાં નોકરી શોધી રહેલા તમામ રસ ધરાવતા ઉમેદવારો માટે આ એક સારી તક છે. શૈક્ષણિક લાયકાત, વય માપદંડ, પસંદગી પદ્ધતિ, મહત્વપૂર્ણ તારીખ અને અન્ય પાત્રતા પ્રક્રિયા સંબંધિત વધુ માહિતી માટે કૃપા કરીને નીચેનો લેખ ધ્યાનથી વાંચો. અરજી કરતા પહેલાઆ ભરતી પ્રક્રિયામાં કુલ સત્તાવાર જાહેરાત પણ વિગતવાર વાંચવી આવશ્યક છે.

IBPS Bharti 2023
IBPS Bharti 2023

આ ભરતી પ્રક્રિયામાં કુલ 11 બેન્કો ભાગ લઇ રહી છે જેમાં બેન્ક ઓફ બરોડા, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ મહારાષ્ટ્ર, કેનેરા બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન બેન્ક, ઇન્ડિયન ઓવરસીઝ બેન્ક, પંજાબ એન્ડ સિંધ બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, યુકો બેન્ક અને યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા.

IBPS ભરતી 2023 માટે પોસ્ટ અને ખાલી જગ્યાઓ : સ્પેશ્યાલીસ્ટ ઓફિસર (SO) કુલ જગ્યા – 41, પ્રોબેશનરી ઓફિસર (PO) કુલ જગ્યા – 3049

IBPS ભરતી 2023 માટે લાયકાત : સરકાર દ્વારા માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં ડિગ્રી (સ્નાતક) ભારતની અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્ય કોઈપણ સમકક્ષ લાયકાત. ઉમેદવાર પાસે માન્ય માર્ક-શીટ/ડિગ્રી પ્રમાણપત્ર હોવું આવશ્યક છે કે તે/તેણી જે દિવસે નોંધણી કરાવે તે દિવસે તે સ્નાતક છે અને ઑનલાઇન નોંધણી કરતી વખતે ગ્રેજ્યુએશનમાં મેળવેલા ગુણની ટકાવારી દર્શાવે છે.

IBPS ભરતી 2023 માટે વય મર્યાદા : લઘુત્તમ: 20 વર્ષ મહત્તમ: 30 વર્ષ, એટલે કે ઉમેદવારનો જન્મ 02.08.1993 કરતાં પહેલાં ન થયો હોવો જોઈએ અને 01.08.2003 પછીનો ન હોવો જોઈએ (બંને તારીખો સહિત)

IBPS ભરતી 2023 ઓફીશયલ નોટીફીકેશન

IBPS ભરતી 2023 માટે અરજી ફી અને ઇન્ટિમેશન શુલ્ક અરજી ફી/ઈન્ટિમેશન શુલ્ક [01.08.2023 થી 21.08.2023 સુધી ચૂકવવાપાત્ર (માત્ર ઓનલાઈન ચુકવણી), બંને તારીખો સહિત] નીચે મુજબ હશે:

  • SC/ST/PwBD ઉમેદવારો માટે 175/- (GST સહિત).
  • અન્ય તમામ માટે 850/- (GST સહિત).

IBPS ભરતી 2023 માટે પસંદગી પ્રક્રિયા

ઉમેદવારોની પસંદગી પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. પરીક્ષા સંબંધિત વિગતો પછીથી શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને ઈમેલ/એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે.

IBPS ભરતી 2023 અરજી કરવાની છેલ્લી તારીખ : આ ભરતી માટે ઓનલાઈન અરજી 01 ઓગષ્ટ 2023થી શરુ થાય છે અને 21 ઓગસ્ટ 2023 સુધી અરજી કરી શકશે.

નોંધ: બંને પદો માટે અરજી કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ હતી. જોકે, હવે આ તારીખ 28 ઓગસ્ટ કરવામાં આવી છે.

IBPS ભરતી 2023 અરજી માટે ઓફિશ્યલ વેબસાઈટ કઈ છે?

ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેન્કિંગ પર્સનલ સિલેક્શન (IBPS) અરજી કરવા માટેની ઓફીશયલ વેબસાઈટ https://ibpsonline.ibps.in/ છે.

ઓનલાઈન અરજી અહીંથી કરી શકશો

આ પણ ખાસ વાંચો :

Chandrayaan 3 : ચંદ્રયાન 3 પૃથ્વીની કક્ષા છોડી, હવે 5 ઓગષ્ટ મહત્વનો દિવસ

સરકારી સહાય : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સારા સામચાર

PM યશસ્વી સ્કોલરશીપ યોજના 2023 : ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને મળશે શિષ્યવૃત્તિ

Leave a Comment