PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

PMJAY યોજના : આયુષ્માન કાર્ડ ધારકો 11 જુલાઈથી 10 લાખ રૂપિયા સુધીની સારવાર મેળવી શકશે. આ પેહલા રાજ્યના નાગરિકોને 5 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળતું હતું, જેની મર્યાદા હવેથી 10 લાખ રૂપિયા સુધીની રેહશે.

PMJAY યોજના

વિવિધ હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ અંતર્ગત વિવિધ સારવાર માટે 5 લાખ રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર હતી, હવેથી એટલે કે 11 જુલાઈથી આ રકમની મર્યાદા વધારીને 10 લાખ રૂપિયા થઇ એટલે કે હવે આયુષ્માન કાર્ડ ધરાવતા નાગરિકોને વિવિધ હોસ્પિટલોમાં 10 લાખ રૂપિયાના ખર્ચ સુધીની સારવાર મળી શકશે.

વિધાનસભાની ચુંટણી પેહલા અપાયેલો વાયદો હવે પૂરો કરાયો

વિધાનસભાની ચુંટણી પેહલા રાજ્ય સરકારે આયુષ્માન કાર્ડમાં વિમાની રકમ 10 લાખ રૂપિયા કરાશે તેવી જાહેરાત કરી હતી પરંતુ તેનો અમલ થતો ન હતો. બજેટ સત્રમાં પણ તેનો પુનરોચ્ચાર કરાયો હતો. આમ છતાં નાગરિકોને આયુષ્માન કાર્ડમાં તેનો લાભ મળી સક્યો ન હતો.

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે આ માટેનો ઠરાવ તૈયાર કરવામાં આવ્યો છે અને વિમાની રકમ અંગે કંપની અને સરકાર વછે ટેકનીકલ બાબતનો મુદ્દો હતો તે ઉકેલાઈ ગયો છે, તેથી 11 જુલાઈથી ગુજરાતના નાગરિકોને 10 લાખ રૂપિયા સુધીની નિશુલ્ક સારવાર આયુષ્માન કાર્ડ અંતર્ગત વિવિધ હોસ્પિટલોમાં લઇ શકશે.

આ પેહલા PMJAY યોજના અંતર્ગત પાંચ લાખ રૂપિયા સુધીની સારવારમાં એક લાખ રૂપિયા સરકાર આપતી હતી અને એક લાખથી વધુ અને પાંચ લાખ રૂપિયા સુધીની રકમ વીમા કંપની આપતી હતી તે મુદ્દાનો ઉકેલ આવી જવાથી 10 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ નાગરિકોને મળવાપાત્ર છે.

આ પેહલા નોંધનીય છે કે વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદી દ્વારા શરુ કરાયેલી આયુષ્માન યોજના દર્દીઓ માટે આશીર્વાદ બની છે, આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો 2018 થી 2022 સુધી કુલ 1.67 કરોડ લોકોએ આયુષ્માન કાર્ડ કઢાવીને આરોગ્ય વીમા કવચનો લાભ લીધો છે, 1.8 કરોડથી વધુ આયુષ્માન કાર્ડ જારી કરાયેલા છે, રાજ્યમાં 1975 સરકારી અને 853 ખાનગી મળીને ૨૮૨૭ જેટલી હોસ્પિટલોમાં આયુષ્માન કાર્ડ હેઠળ સર્જરી સુધીની સારવાર નિશુલ્ક ઉપલબ્ધ છે.

PMJAY યોજના
PMJAY યોજના

આપ સૌને જણાવી દઈએ કે PMJAY યોજના અંતર્ગત લાભાર્થીઓની યાદી તેમજ હોસ્પિટલની યાદી અને કઈ કઈ સારવાર કરવામાં આવે તેની યાદી PMJAY યોજના ની ઓફીશયલ વેબસાઈટ પરથી મેળવી શકશો.

આ પણ ખાસ વાંચો :

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

દિવ્યાંગ સાધન સહાય યોજના 2023 : સાધન સહાયમાં શું મળી શકે? જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment