Gujarat Weather : હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 જુલાઈ સુધી વરસાદ હજી પણ આફત વરસાવી શકે છે, વિભાગ દ્વારા ભારે થી અતિભારે વરસાદની ચેતવણી આપી છે.
Table of Contents
Gujarat Weather
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા 21 જુલાઈના રોજ હવાઈ નિરીક્ષણ કરવામાં આવ્યું જેમાં સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન પર માઠી અસર જોવા મળી છે, સૌરાષ્ટ્રના જિલ્લાઓની વાત કરીએ તો ગીર સોમનાથ, જુનાગઢ, વેરાવળ, માંગરોળ અને ઘેડ પંથકમાં વરસાદે ધમરોળ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ જુનાગઢ ઉપરાંત પોરબંદર,ગીર સોમનાથ, ભાવનગર,રાજકોટ કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદી સ્થિતિની માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખેતી,પાક અને ઘરવખરીના નુકસાનનો તાત્કાલિક સર્વે કરીને સરકારના ધારાધોરણ મુજબ વહેલાસર સહાય આપવા માટે માર્ગદર્શન આપ્યું હતું
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૌરાષ્ટ્રના ભારે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યા બાદ જુનાગઢ ખાતે સમીક્ષા બેઠક યોજીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરીની વિગતો મેળવી હતી.
આમ તો છેલ્લા બે દિવસથી વરસાદ ગુજરાતને ઘમરોળી રહ્યું છે, હવામાન વિભાગના અનુમાન મુજબ ગુજરાતમાં 24 જુલાઈ સુધી વિવિધ જિલ્લાઓમાં વરસાદનું વધારે જોર જોવા મળશે.
જેમાં 21 થી 22 તારીખે સાબરકાંઠા અને અને અરવ્લ્લીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જયારે મેહસાણા, ખેડા, મહીસાગર, અમરેલી અને ભાવનગરમાં ઓરેન્જ અલેર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, પાટણ, વલસાડ અને ગાંધીનગરમાં યલો અલેર્ટ આપવામાં આવ્યું છે. અને અન્ય જિલ્લાઓમાં ગ્રીન અલેર્ટ આપવામાં આવ્યું છે એટલે કે કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી.
જેમાં 22 થી ૨૩ તારીખની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ રેડ અલેર્ટ આપવામાં આવ્યું નથી, જેમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠામાં ઓરેન્જ અલેર્ટ આપવામાં આવ્યું છે, ત્યારબાદ જામનગર દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો અલેર્ટ આપવામાં આવ્યું છે, અને અન્ય જિલ્લાઓમાં ગ્રીન અલેર્ટ આપવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ વોર્નિગ આપવામાં આવી નથી.
આ પણ ખાસ વાંચો:
Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો
Dragon Fruit Benefits : ઇમ્યુનિટી કરશે બુસ્ટ જાણો તેના ફાયદાઓ
PM કિસાન 14માં હપ્તાની તારીખ થઇ જાહેર, આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા
૨૩ થી 24 તારીખની વાત કરીએ તો રેડ અલેર્ટ અને ઓરેન્જ અલેર્ટ કોઈ પણ જિલ્લાઓમાં આપવામાં આવ્યું નથી, પરંતુ દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં યલો અલેર્ટ આપવામાં આવ્યું છે અન્ય જીલ્લાઓમાં ગ્રીન અલેર્ટ આપવામાં આવ્યું છે એટલે કે કોઈ પણ સિગ્નલ આપવામાં આવ્યું નથી.
આ ઉપરાંત તમને જણાવી દઈએ કે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 55.30 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જે પૈકી 19 તાલુકામાં 100 ટકાથી વધુ, જ્યારે 42 તાલુકામાં 30 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં અત્યાર સુધીમાં 62.68 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.