Gujarat Police Recruitment : ગુજરાત પોલીસ ભરતી અંગેનું મહત્વનું અપડેટ્સ, આ ઉમેદવારો માટે ખાસ કામના સમાચાર

Gujarat Police Recruitment Updates : ગુજરાત પોલીસ ભરતી પ્રક્રિયા માટે અરજી કરવાની રહી ગઈ હોય એવા ઉમેદવારો માટે ફરીથી સારા સમાચાર આવી ગયા છે. આગામી દિવસોમાં આવા ઉમેદવારો અરજી કરી શકશે.

Gujarat Police Recruitment 2024

Gujarat Police Recruitment 2024 updates, Police Bharti : ગુજરાત પોલીસ ભરતી અંગે મહત્વનું અપડેટ આવી ગયું છે. તાજેતરમાં જાહેર થયેલા ધોરણ 12ના પરિણામ બાદ ધોરણ 12 પાસ ઉમેદવારો માટે ગુજરાત પોલીસમાં નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે આ અંગે જાણકારી આપી હતી.

આ પણ ખાસ વાંચો:

CBSE Board Result 2024 Date: સીબીએસઈ બોર્ડ ધો. 10 અને ધો.12ના પરિણામ ક્યારે જાહેર થશે? તારીખ અંગે આ છે લેટેસ્ટ અપડેટ

UPSC Bharti 2024 : કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાં બમ્પર ભરતી, અહીં વાંચો સંપૂર્ણ માહિતી

ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે કર્યું ટ્વીટ

આઈપીએસ અધિકારી હસમુખ પટેલે જણાવ્યું હતું કે ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ બંનેની અરજી ફરી માગવામાં આવશે જેથી શૈક્ષણિક લાયકાત ઉંમર વિગેરે કોઈપણ કારણોસર અરજી ન કરી શકે ઉમેદવાર તે વખતે લાયક હશે તો અરજી કરી શકશે. અરજી કરવા માટે 2 સપ્તાહના સમય સાથે અરજીકર્તાઓને તક અપાશે. જેમાં મુખ્યત્વે અંતિમ વર્ષ અને ધોરણ 12માં પાસ થયેલા ઉમેદવારો અરજી કરી શકશે.

આ ઉમેદવારો માટે સુવર્ણતક?

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તાજેતરમાં લોકરક્ષક, પીએસઆઈ સહિતની 12 હજાર કરતા વધારે પોસ્ટ માટે ભરતી બહાર પાડી હતી. જોકે, આ ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2024 રાખવામાં આવી હતી. જોકે, આ સમય મર્યાદામાં કોઈ કારણસર અરજી કરવાનું બાકી રહી ગયું હોય તેવા ઉમેદવારો માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે મહત્વનો નિર્ણય લીધો છે.

આગામી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. ખાસ કરીને એવા ઉમેદવારો જેઓ શૈક્ષણિક લાયકાત ઉંમર વગેરે કારણોસર અરજી ન કરી શક્યા હોય તેમના માટે અરજી કરવાની નવી તક આવી છે.

ગુજરાત પોલીસ ભરતી : કયા પદ પર કેટલી ભરતી થશે?

ગુજરાત પોલીસ દ્વારા 12472 પદો પર ભરતી કરવામં આવશે. જેમાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં 316 પુરુષ અને 156 મહિલા કર્મચારીની ભરતી કરવામાં આવશે. તો બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલમાં 4422 પુરુષ અને 2187 મહિલા ઉમેદવારની ભરતી કરાશે. હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ (એસઆરપીએફ) પદ માટે 1000 પુરુષ ઉમેદવાર પાસેથી અરજી મંગાવી છે. જેલ સિપાઇમાં 1013 પુરુષ અને 85 મહિલા કર્મીની ભરતી થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment