Gujarat Monsoon : અમદાવાદના ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ

Gujarat Monsoon : હાલ ગુજરાતમાં મેઘરાજા મેહરબાન છે, જેમાં અમદાવાદના ધંધુકામાં છેલ્લા 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Table of Contents

અમદાવાદ સહિત અનેક જગ્યાએ મુશળધાર વરસાદ વરસ્યો હતો. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 188 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધારે ધંધુકામાં નોંધાયો હતો. ધંધુકામાં શુક્રવારે સવારથી જ મેઘરાજા મેહરબાન હતા, શનિવારે આંશિક રાહત મળી હતી, તેમજ રવિવારે ફરીથી મુશળધાર વરસાદ વરસ્યો હતો.

Gujarat Monsoon

ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં અષાઢી મેઘ જામ્યો છે, જેમાં અમદાવાદમાં તેમજ અમદાવાદ જીલ્લાના વિવિધ તાલુકાઓમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા છે, અમદાવાદ તાલુકાની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદના ધંધુકા તાલુકામાં 5 ઈચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેના કારણે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાઈ ગયેલ છે.

સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના દરેક તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. જ્યારે અમદાવાદના ધંધુકામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પોરબંદર અને જામનગરમાં સાડા 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે દાંતીવાડા, પલસાણામાં 4 ઈંચ વરસાદ, પારડી અને રાણાવાવમાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉપરાંત ખેરગામ, જોડિયા અને ધોલેરામાં સાડા 3 ઈંચ, અમદાવાદ શહેરમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદ પડ્યો છે.

ગુજરાતમાં ફરી ધોધમાર વરસાદનો રાઉન્ડ શરૂ થયો છે. હવામાન વિભાગે પણ 10 જુલાઈ સુધી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે, 9 જુલાઈએ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે. 10મી જુલાઈએ ઉત્તર ગુજરાતનો વારો હશે. 11મી જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છમાં રાહત મળી શકે છે. જ્યારે 11મીએ રાજ્યના અન્ય ભાગોમાં વરસાદ રહી શકે છે.

Gujarat Monsoon
Gujarat Monsoon

બીજી બાજુ રાજ્યમાં વરસાદની આગાહીની વાત કરવામાં આવે તો હજુ બે દેવાસ મેઘરાજા ગુજરાતને ધમરોળશે. આજે પણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, જેમ કે આજે સૌરાષ્ટ્ર, કચ્છમાં ભારે વરસાદ થઇ શકે છે. જુનાગઢ, ગીરસોમનાથ, દીવમાં અતિ ભારે વરસાદ થઇ શકે છે.

આમ જોવા જઈએ તો મેઘરાજાએ બીજા રાઉન્ડમાં જ કચ્છને 100 ટકા વરસાદ આપ્યો છે. બીજા ક્રમે સૌરાષ્ટ્રમાં સરેરાશ 55.53 ટકા વરસાદ નોધાયો છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૩૭.03 ટકા વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 29.52 ટકા વરસાદ પડ્યો છે. સૌથી ઓછો પૂર્વ મધ્ય ગુજરાતમાં સરેરાશ 26.09 ટકા વરસાદ થયો છે.

આ પણ ખાસ વાંચો:

TATA Technologies IPO : 19 વર્ષ પછી ટાટા ગ્રુપના IPO માં નાણા રોકવાની તક મળશે

PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

Leave a Comment