ગુડ ન્યુઝ : ઘર વિહોણા માટે PM મોદીનું મોટું એલાન, હોમ લોનના વ્યાજમાં રાહત આપતી યોજના લાવશે

ગુડ ન્યુઝ : ભાડે રેહતા એટલે કે ઘર વિહોણા માટે સારા સમાચાર આવી રહ્યા છે, પ્રધાનમંત્રી મોદી દ્વારા લાલ કિલ્લા પરથી હોમ લોનમાં રાહત આપતી યોજના લાવવાનું એલાન કર્યું.

ગુડ ન્યુઝ

ભારતે આજે આઝાદીના 76 વર્ષ પુરા કાર્ય અને 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો હતો, આજે પ્રધાનમંત્રી દ્વારા લાલ કિલ્લા પરથી ભાડે રેહતા એટલે કે ઘર વિહોણા માટે આજે એક ખુશીના સમાચાર આપ્યા છે, પ્રધાનમંત્રી મોદીએ આજે એલાન કર્યું હતું કે તેઓ ટુક સમયમાં એક નવી યોજના લાવશે, જેના થકી હોમ લોનના વ્યાજમાં રાહત આપશે.

હોમ લોન
હોમ લોન

ગરીબો – મધ્યમવર્ગ માટે શું કરશે સરકાર

પ્રધાનમંત્રી મોદી આજે 10મી વખત રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું, આ દરમિયાન પ્રધાનમંત્રી મોદી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર આપ્યા હતા, પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે હોમ લોન પર લાખો રૂપિયાની રાહત આપવામાં આવશે, આ માટે અમે ટુક સમયમાં એક નવી સ્કીમની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ.

હોમ લોન

આ પેહલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આગામી વખતે 15 ઓગષ્ટના રોજ આ જ લાલ કિલ્લા પરથી હું આપની સમક્ષ દેશની ઉપલબ્ધિઓ, તમારી ક્ષમતાઓ, તમારો સંકલ્પ, તેના પર થયેલી પ્રગતી, તેની સફળતા અને ગૌરવની વાત રજુ કરીશ.

આ વખતે પ્રધાનમંત્રી મોદીના ભાષણમાં એક અલગજ ભાષણ શૈલી સામે આવી હતી, વડાપ્રધાન પોતાના ભાષણમાં ઘણીવાર “દેશવાસીઓ, ભાઈઓ, બેહનો” શબ્દનો પ્રયોગ કરેછે, પરંતુ 15 ઓગષ્ટ 2023 ના રોજ લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી “પરિવારજન” તરીકે દેશવાસીઓને સંબોધન કરી રહ્યા હતા.

શહેરી વિસ્તારોમાં 17 ટકા વસ્તી ઝુંપડપટ્ટીમાં

ઉલ્લેખનીય છે કે અત્યારે દેશનો એક મોટો વર્ગ ઝુંપડપટ્ટી અથવા ભાડાના મકાનોમાં રહે છે. 2011ની વસ્તી ગણતરી મુજબ શહેરી વિસ્તારોમાં લગભગ 17 ટકા વસ્તી ઝુંપડપટ્ટીમાં રહે છે.

હાલમાં ભારતીય રીઝર્વ બેન્કે મેં 2022 થી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો કર્યો હોવાથી હોમ લોન સહીત અન્ય અનેક પ્રકારની લોન પણ મોંધી થઇ ગઈ છે. લોકો લાંબા સમયથી સસ્તી લોનની રાહ જોઈ છે ત્યારે હવે પ્રધાનમંત્રી મોદીના આ એલાનથી તેમને ધરપત લાગશે અને હવે ગમે ત્યારે આ યોજનાની જાહેરાત થઇ શકે છે.

આ પણ ખાસ વાંચો:

શું તમે જાણો છો : 88 રૂપિયામાં 1 તોલા સોનું અને 25 પૈસામાં ૧ લીટર પેટ્રોલ, જાણો આ 76 વર્ષમાં કેટલું બદલાયું ભારત

Trick : શું તમારો ફોન ધીમો ચાર્જ થાય છે તો આ ફીચર્સ કરી દયો ON, પછી થઇ જસે ફાસ્ટ ચાર્જ

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

Leave a Comment