કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું : IELTSમાં 6 બેન્ડની જરૂર નથી, ક્યારથી નિયમ લાગુ થશે? જાણો વિગતવાર માહિતી

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું : કેનેડા ભણવા જતા વિદ્યાર્થીઓ માટે હવે IELTSના પરીક્ષાર્થીઓને મિનિમમ 6.0 બેન્ડ સ્કોર મેળવવાની આવશ્યકતા રહેશે નહીં.

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું

જે વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરવા માંગે છે તેમના માટે સારા સમાચાર આવી રહ્યા છે, કેનેડાની સ્ટડી પરમીટ મેળવવા સ્ટુડન્ટ ડાયરેક્ટ સ્ટ્રીમ (SDS) દ્વારા અરજી કરનાર છાત્રોને હવે IELTS ટેસ્ટમાં દરેક વિભાગમાં ઓછામાં ઓછા 6.0 બેન્ડનો સ્કોર મેળવવો ફરજિયાત નથી. તેઓએ 6.0નો સરેરાશ બેન્ડ સ્કોર મેળવ્યો હશે તો પણ ચાલશે. કેનેડા ભણવા માટે ઇચ્છુક લોકોની પ્રવેશ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC) દ્વારા આ ફેરફારો કરવામાં આવ્યા છે.

અહી તમને એ જણાવી દઈએ કે IRCC એ ઇન્ટરનેશનલ ઇંગ્લિશ લેંગ્વેજ ટેસ્ટિંગ સિસ્ટમ (IELTS) ની જરૂરિયાતમાં ફેરફારો કર્યા છે જે 10મી ઓગસ્ટથી લાગુ થશે તેવું કેહવામાં આવ્યું હતું.

Livemintના મળતા અહેવાલો મુજબ IDP એજ્યુકેશનના રિજનલ ડિરેક્ટર પિયુષ કુમારે પહેલા જ SDS પ્રોગ્રામ હેઠળ કેનેડામાં અભ્યાસ કરવા ઇચ્છુક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અરજી પ્રક્રિયાને સરળ બનાવવા ફેરફાર થવાની અપેક્ષા સેવી હતી.

તેમના દ્વારા વધુમાં જણાવામાં આવ્યું હતું કે “આ અપડેટ માત્ર પર્સનલ બેન્ડ સ્કોર્સ પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે પરીક્ષાર્થીઓની વ્યાપક ક્ષમતાઓને ઓળખવા તરફ સકારાત્મક ફેરફાર દર્શાવે છે. અમારું માનવું છે કે આ ફેરફાર વિશ્વભરના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને કેનેડામાં તેમના શૈક્ષણિક ધ્યેયોને આગળ વધારવા માટે વધુ તકો ઉપલબ્ધ કરાવશે.”

અહીં એ વાત પણ ઉલ્લેખનીય છે કે, IELTS શિક્ષણ, માઈગ્રેશન અને નોકરી માટે અંગ્રેજી નિપુણતા કસોટી છે. તેનો ઉપયોગ વ્યાપકપણે કરવામાં આવે છે. આ પરીક્ષાને 11,000થી વધુ વૈશ્વિક નોકરીદાતાઓ, શાળાઓ અને ઇમિગ્રેશન સંસ્થાઓ દ્વારા માન્યતા આપવામાં આવી છે. દર વર્ષે 3 મિલિયનથી વધુ પરીક્ષાાર્થીઓ IELTS આપે છે.

કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું
કેનેડામાં ભણવા માટે જવું સરળ બન્યું

પીયૂષ કુમાર કહે છે કે IELTS પાસે ટેસ્ટ સેન્ટરનું સૌથી મોટું નેટવર્ક છે. તે ભારતમાં 80 થી વધુ શહેરોમાં 150 થી વધુ સ્થાનો પર પેપર આધારિત ટેસ્ટનો વિકલ્પ પ્રદાન કરે છે. અમે ભારતમાં ટૂંક સમયમાં IELTS વન સ્કિલ રિટેક (OSR) રજૂ કરવાની પણ યોજના બનાવી રહ્યા છીએ જેથી ઉમેદવારોની પાસે પરીક્ષાના કોઈપણ એક સેક્શનને ફરીથી આપવા માટેની સુગમતા ધરાવે છે તેની ખાતરી થઇ શકશે.

Disclaimer: આ આર્ટિકલ વિવધ ન્યુઝ સાઈટ પરથી વિગતવાર અહી આપની જાણકારી માટે પબ્લીશ કરવામાં આવ્યો છે.

આ પણ ખાસ વાંચો:

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

PM SVAnidhi Yojana : કોઈપણ પ્રકારની સિક્યુરિટી વિના ધિરાણ મળશે

Leave a Comment