Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ, સની દેઓલ જોવા મળ્યો એક્શન મોડમાં

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ કરવામાં આવ્યું, આ વખતે પણ સની દેઓલ પાકિસ્તાનમાં શાનદાર ડાયલોગસ દ્વારા ગદર મચાવતો જોવા મળ્યો.

Gadar 2 Trailer Release

ગદર 2 મૂવીનું ટ્રેલર લોન્ચ થવાની સાથે વાયરલ થઇ ગયુ છે, જેમાં સની દેઓલ એકવાર ફરી પાકિસ્તાનમાં અફરાતફરી મચાવતો દેખાય છે. તારા સિંહ અને શકીનાની લવ સ્ટોરી ફરી પડદા પર જીવંત થવા જઈ રહી છે. જેમાં ફરીથી એક વાર સની દેઓલ દ્વારા બોલવામાં આવેલ ડાયલોગ્સ દર્શકોનું દિલ જીતી લેશે એવું લાગી રહ્યું છે.

ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ

Gadar 2 Trailer Release : ગદર ફિલ્મની કાસ્ટ વિષે વાત કરીએ તો તેમાં સની દેઓલ ફરીથી એકવાર તારાસિંહના રોલમાં જોવા મળશે અને અમીષા પટેલ સકીના ના રોલમાં જોવા મળશે, આ વખતે તારાસિંહ પોતાના પુત્રને બચાવા પાકિસ્તાન જતો જોવા મળશે અને ત્યાં ગદર મચાવતો જોવા મળશે. આ ફિલ્મનું દિગ્દર્શન અનીલ શર્મા દ્વારા કરવામાં આવ્યું છે.

ઘણા સમયથી દર્શકો ગદર 2 ફિલ્મની રાહ જોઈ રહ્યા છે એવામાં તેનું ઓફીશયલ ટ્રેલર 26 જુલાઈ 2023ના રોજ લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ ટ્રેલરમાં જોઈ શકાય છે કે આ વખતે તારાસિંહ હથોડા દ્વારા પાકિસ્તાનમાં ગદર મચાવતો જોવા મળી રહ્યો છે.

ગદર 2 ફિલ્મ 11 ઓગસ્ટે રિલિઝ થવા જઈ રહી છે. ચાહકો ખૂબ આતુરતાથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યાં છે. ટ્રેલર લોન્ચ વખતે ગદર 2 ની પૂરી કાસ્ટ હાજર રહી હતી. આ ટ્રેલર માં મેં નિકલા ગડ્ડી લે કે સોંગ એક નવા અવતારમાં જોવા મળી રહ્યું છે.

ગદર 2 ટ્રેલરના દમદાર ડાયલોગ

ગદર 2 ફિલ્મના ટ્રેલરમાં સની દેઓલ અને તેનો પુત્ર જીતે એકવાર ફરીથી દમદાર ડાયલોગ બોલતા જોવા મળી રહ્યા છે. એક સીનમાં સની દેઓલ પાકિસ્તાની સેનાના જનરલને કહે છે કે જો અહીંના લોકોને ફરીથી ભારતમાં રહેવાનો મોકો મળે તો અડધાથી વધુ પાકિસ્તાન ખાલી થઈ જશે. અને કટોરો લઈને ફરશો તો પણ ભીખ નહીં મળે. તો એક સીનમાં સની દેઓલના પુત્ર ચરણજીત એવું કહે છે કે દુઆ કરો કે મારા પપ્પા અહિયાં ન આવે, અને જો મારા પાપા અહીંયા આવ્યાં ને તો તારા એટલા ચીંથડા ઉડાવશે કે આખું પાકિસ્તાન આવે તો પણ ગણી નહીં શકે.

ગદર 2 ફિલ્મ માં તારાસિંહના પુત્રનો રોલ આ વખતે ઉત્કર્ષ શર્મા દ્વારા ભજવવામાં આવ્યો છે, જે એક શાનદાર લુકમાં જોવા મળી રહ્યો છે, આ ફિલ્મનું દિગ્દર્શન પણ શાનદાર જોવા મળી રહ્યું છે. આ ટ્રેલર હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યું છે, અને લોકોને ખુબ પસંદ પણ આવી રહ્યું છે, અને લોકો આ ફિલ્મને જલદી થીયેટરમાં જોવા માંગે છે.

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર જોઈને અનુમાન લગાવી શકાય છે કે આ એક ફુલ એન્ટરટેઈનમેન્ટ ફિલ્મ છે.

આ પણ ખાસ વાંચો:

ધ બેટલ સ્ટોરી ઓફ સોમનાથ ફિલ્મનું ટીઝર લોન્ચ 12 ભાષામાં થશે રીલીઝ

TMKOC : શું 6 વર્ષ બાદ દયાભાભીની શોમાં થશે વાપસી! સુંદરે આપ્યા ગુડ ન્યુઝ

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Leave a Comment