બોટાદને દાઢે લાગ્યું : બોટાદના દુકાનદારે શરુ કરી ફ્રીમાં સમોસાની પ્રસાદી

બોટાદને દાઢે લાગ્યું : ગણપતિ બાપા પર અતુટ શ્રદ્ધા રાખનાર બોટાદમાં સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસા નામની દુકાનમાં દર મહિનાની ચોથના દિવસે ફ્રીમાં સમોસાનું વિતરણ કરવામાં આવે છે.

ફ્રીમાં સમોસાની પ્રસાદી

બોટાદ શહેરના એક ફરસાણનો વેપારી દર મહિનાની ચોથના દિવસે હજારો સમોસાનું પ્રસાદ તરીકે ફ્રીમાં વિતરણ કરે છે. પહેલા અહી એક હજાર સમોસાનું વિતરણ થતું હાલ અત્યારે દસ હજારથી વધારે સમોસાનું વિતરણ થઇ રહ્યુ છે. એવું જાણવામાં આવી રહ્યું છે.

બોટાદના લોકોને દાઢે લાગ્યું
બોટાદને દાઢે લાગ્યું

હાલ બોટાદમાં વેપારીના આ સેવા કાર્યને લોકો તેમને સૌ કોઈ બિરદાવી રહ્યા છે. બોટાદ શહેરના વકીલના પેટ્રોલ પંપ સામે, હવેલી ચોક પાસે આવેલા સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસા નામની દુકાન કે જે દુકાનદાર મૂકેશભાઈ મુકેશભાઈ નગીનદાસ જે વર્ષોથી આ વ્યવસાય સાથે જોડાયેલા છે. તેમનો સમગ્ર પરિવાર આ વ્યવસાય સાથે જોડાયેલો છે, અને આ સેવા કાર્ય કરી રહ્યું છે.

બોટાદને દાઢે લાગ્યું

  • બોટાદમાં સુરેન્દ્રનગરના પ્રખ્યાત સમોસાના માલિકને ગણપતિ દાદા પર અનોખી શ્રદ્ધા
  • દર મહિનાની ચોથના દિવસે પ્રસાદીરૂપે સમોસાનું વિતરણ
  • 10 હજારથી વધુ નંગ સમોસાનું પ્રસાદીરૂપે વિતરણ
બોટાદને દાઢે લાગ્યું

આ પણ ખાસ વાંચો :

કપિરાજને લાગ્યો પાણીપુરીનો ચસ્કો : લારી પર બેસીને ખાધી પાણીપુરી

WhatsAppનું નવું ફ્યુચર : યુવતીઓ માટે ખુબજ લાભદાયી

વીજળીનો વરસાદ : વીજળીના ચમકારા તો બહુ જોયા હશે તો હવે જુવો આ વીજળીનો વરસાદ

સુરેન્દ્રનગર સમોસાના માલિક અને વર્ષોથી બોટાદમાં ફરસાણના વ્યવસાય કરતા વેપારી મુકેશભાઈ નગીનદાસને ગણપતિજી પર અતુટ શ્રદ્ધા અને આસ્થા છે. મુકેશભાઈ દર મહિનાની ચોથ ના દિવસે બપોર પછી સમોસા, ચટણી સાથે ભગવાન ગણપતિજીના પ્રસાદ રૂપે ફ્રીમાં પીરસી રહ્યા છે. એક ચોથના દિવસે જ 10 હજારથી વધુ નંગ સમોસા બોટાદવાસીઓ પ્રસાદ રૂપી આરોગે છે. જેનો પ્રસાદ રૂપી આરોગનારા લોકો પણ ગણપતિ ભક્તની ભાવનાની વાહ વાહ કરી રહ્યા છે.

શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરૂર રેહતી નથી, આ જોતા આપણે કહી શકીએ કે ગણપતિ દાદાની દયા અને ભાવથી તેઓનો ધંધો રોજગાર ધમધોકાર ચાલે છે. આભાર વ્યક્ત કરતા દુકાનદાર મુકેશભાઈ નગીનદાસ પણ આ ગણપતિ બાપાની અસીમ કૃપા જણાવે છે. એટલે જ કહેવાય છે કે જ્યા શ્રધ્ધા હોય તા પુરાવાની જરૂર હોતી નથી. આ વાતને તેઓ સાર્થક કરે છે.

Leave a Comment