Bishan Singh Bedi : લેજેન્ડરી બિશન સિંહ બેદીનું 77 વર્ષેની વયે નિધન

Bishan Singh Bedi : ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને લેજેન્ડરી સ્પિનર બિશન સિંહ બેદીનું આજે 77 વર્ષની વયે નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા.

Table of Contents

Bishan Singh Bedi

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ (Indian Cricket Team Former) સ્પિનર (Spinner) અને કપ્તાન (Captain) બિશન સિંહ બેદીનું 77 વર્ષની વયે નિધન થયું છે. તેમણે 12 વર્ષ સુધી ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કર્યું હતું. મહાન સ્પિનરે 1967 અને 1979ની વચ્ચે ભારત માટે 67 ટેસ્ટ અને 266 વિકેટ લીધી છે. તેમણે 10 એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં પણ 7 વિકેટ લીધી હતી.

બિશન સિંહ બેદીની વાત કરીએ તો તેમને એક વર્લ્ડ કપમાં 8 ઓવર મેડન કરેલ હતી, તેમના નામે એવા ઘણા રેકોર્ડ રહ્યા હતા, તેમને એક લેજેન્ડરી સ્પિનર રહ્યા છે, તેમજ તે દરેક મેચ માં અલગ અલગ રંગની પાઘડી પહેરતા હતા, જેથી તેઓ સતત ચર્ચા માં રેહતા હતા.

બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તેઓ પ્રખ્યાત લેફ્ટી સ્પિનર હતા. તેમણે 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી. તેમણે 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી.

આ પણ ખાસ વાંચો:

Health Tips Vitamin D : ઉંમર પ્રમાણે વિટામીન ડી આટલું જરૂરી, જુઓ આ ચાર્ટ

સુરત ભરતી 2023 : સુરત મહાનગરપાલિકામાં એપ્રેન્ટીસ માટે બમ્પર ભરતી, 30 ઓક્ટોબર સુધી કરી શકાશે અરજી

પંજાબ તરફથી પોતાના ક્રિકેટિંગ કરિયરની શરૂઆત કરનાર બિશન સિંહ બેદીએ ભારતીય ટીમ સિવાય દિલ્હીની રણજી ટીમ સાથે મોટા ભાગનો સમય વિતાવ્યો હતો. દિલ્હીની રણજી ટીમ સાથે તે વર્ષ 1968માં જોડાયા હતા. તેમણે લગભગ 12 વર્ષ સુધી ઇન્ટરનેશનલ ક્રિકેટ રમી હતી.

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર બિશન સિંહ બેદીનું સોમવારે નિધન થયું છે. તેઓ 77 વર્ષના હતા. ભારતના સર્વશ્રેષ્ઠ સ્પિનરોમાંથી એક બિશન સિંહ બેદીએ ભારત માટે કુલ 77 આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. બિશન સિંહ બેદીએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 273 વિકેટ લીધી હતી. બિશન સિંહ બેદીનો જન્મ 25 સપ્ટેમ્બર 1946ના રોજ અમૃતસરમાં થયો હતો. તે એક ઉત્તમ લેફ્ટ આર્મ બૉલર હતા.

Bishan Singh Bedi
Bishan Singh Bedi

તેમને 1966 થી 1979 દરમિયાન ભારત માટે ટેસ્ટ ક્રિકેટ રમી હતી અને તે જાદુઇ ભારતીય સ્પિન ચોકડીનો પણ એક ભાગ હતા. તેમને 22 ટેસ્ટ મેચોમાં ભારતની કેપ્ટનશિપ પણ કરી હતી. તેમને 67 ટેસ્ટ મેચમાં 266 વિકેટો લીધી હતી. તેમને પોતાની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દી 1560 વિકેટો સાથે પૂરી કરી હતી.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment