વનરક્ષક પરીક્ષા 2023 : હવે વનરક્ષક પરીક્ષા માટે પણ સંમતી પત્રક આપવું જરૂરી

વનરક્ષક પરીક્ષા 2023 : જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ ઉમેદવારો માટેની અગત્યની સુચના, હવે વનરક્ષક પરીક્ષા માટે પણ સંમતી પત્રક આપવું જરૂરી.

વનરક્ષક પરીક્ષા 2023

જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 વનરક્ષક વર્ગ ની સીધી ભરતીની જાહેરાત અન્વયે નોંધાયેલ ઉમેદવારોની પરીક્ષા ટૂંકસમયમાં યોજવાની પ્રક્રીયા હાથ ધરવામાં આવી રહેલ છે.

વનરક્ષક વર્ગ-૨ની જગ્યાઓ જીલ્લા આધારિત છે. ઉમેદવારોએ જે તે જીલ્લા માટે ઉમેદવારી નોંધાવાની હોય છે પરંતુ જે ઉમેદવારોએ એક કરતાં વધારે જીલ્લા માટે અરજી કરેલ હશે તો છેલ્લે જે જીલ્લા માટે અરજી કરેલ હશે તે જ માન્ય ગણવામાં આવશે અને તે માન્ય રાખી તે જીલ્લા માટે સંમતિપત્રક ભરવાનું રહેશે.

આમ ઉપરોક્ત તમામ બાબતો ધ્યાને લઇ જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ માટે નોંધાયેલ ઉમેદવારો પાસેથી “પરીક્ષા આપવા માટેની સંમતિ” મેળવવાનું વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલ છે અને આ અંગેની સંમતિ અંગેનું ફોર્મ OJAS વેબસાઇટ ojas.guarat.gov.in ઉપર તાઃ 24.07.2023 થી તા: 07.08.2023 સુધી OJAS વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવશે. જે માટે ઉમેદવારે OJAS વેબસાઇટ ઉપરના HOME PAGE પર Other Application Menu માં Consent for Exam માં ઉમેદવારે પોતાના કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખથી લોગીન કરીને જાહેરાત ક્રમાંક:FOREST 202213/1 વનરક્ષક વર્ગ-૩ની પરીક્ષા આપવા માટેની પોતાની સંમતિ અંગેનું ફોર્મ તા.24.07.2023ના રોજ સવારે 11:00 ક્લાકથી તા.07.08.2023ના રોજ સવારે 11:00 કલાક દરમ્યાન ભરવાનું રહેશે. છેલ્લી તારીખ : 07.08.2023ના રોજ સવારે 11:00 કલાક બાદ કોઇપણ ઉમેદવાર પરીક્ષા આપવાનું સંમતિ ફોર્મ ભરી શકી નહિ.

કોલ લેટર કેવી રીતે ડાઉનલોડ કરી શકશો

જે ઉમેદવારો જાહેરાત ક્રમાંક FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની “પરીક્ષા આપવા માટેનું સંમતિ ફોર્મ” OJAS વેબસાઇટ ojas.guarat.gov.in પર ઓનલાઇન સબમીટ કરે ત્યારે તે પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ જનરેટ થશે અને સંમતી સબમિટ કર્યા બાદ રસીદ જનરેટ થશે, જેની ઉમેદવાર પ્રિન્ટ કાઢીને પોતાની પાસે રાખવાની રહેશે.

કોલલેટર ડાઉનલોડ કરવા માટેનો કોડ ઉભેદવારે સાચવી રાખવાનો રહેશે. કોડ વિના ઉમેદવાર પરીક્ષામાં પ્રવેશ માટેનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે નહીં જેની ઉમેદવારોએ ખાસ નોંય લેવી.

જે ઉમેદવારો નિયત સમયમાં આ સંમતિ ફોર્મ નહીં ભરે તેવા ઉમેદવારોની જાહેરાત ક્રમાંકઃ FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની જાહેરાત અન્વયે કરેલી ઓનલાઈન અરજીઓ આપોઆપ રદ થશે. અને આવા ઉમેદવારો જાહેરાત ક્રમાંકઃ FOREST/2022231 વનરશક વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટેના પોતાના કોલ લેટર પણ ડાઉનલોડ કરી શકશે નહીં અને પરીક્ષામાં બેસી શકશે નહીં અને આ અંગેની કોઇપણ રજુઆતો પાછળથી ખાતા દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

રાકેશ શર્મા : ભારતના પ્રથમ અવકાશ યાત્રીની રસપ્રદ કહાની

જાહેરાત ક્રમાંકઃ- FOREST/2022231 વનરક્ષક વર્ગ-૩ અન્વયે જો કોઈ ઉમેદવાર દ્વારા અલગ અલગ કન્ફર્મેશન નંબરના અલગ અલગ સંમતિ ફોર્મ ઉમેદવાર દ્વારા ભરેલ હોવાનું જણાઇ આવશે તો તેવા ઉમેદવારને ગુજરાત રાજ્યની તમામ ભરતી સંસ્થાઓની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ગેરલાયક ઠેરવવાની કાર્યવાહી કરવામાં આવશે

જાહેરાત ક્રમાંક- FOREST/202223/1 વનરક્ષક વર્ગ-૩ની આગામી ટૂંક સમયમાં યોજાનાર પરીક્ષા આપવા માટેના સંમતિ ફોર્મ માત્ર ઓનલાઇન OJAS વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપર જ ભરી શકાશે. અન્ય કોઇ માધ્યમથી સંમતિ ફોર્મ ખાતા દ્વારા સ્વીકારવામાં આવો નહિ.

ફોર્મ ભરવાની ઓફીશયલ વેબસાઈટ : https://ojas.gujarat.gov.in જે 24.07.2023 ના રોજ થી ઓનલાઈન ફોર્મ ભરી શકશો.

વનરક્ષક પરીક્ષા 2023
Sarkari Naukari

3 thoughts on “વનરક્ષક પરીક્ષા 2023 : હવે વનરક્ષક પરીક્ષા માટે પણ સંમતી પત્રક આપવું જરૂરી”

  1. હુ 12 પાસ છુ. અને મારી હાઈટ 163 છે. અને મારો વજન 48 કિલો છે. અને હુ ગુજરાતનો શુ અને હુ બનાસકાંઠાનો રહેવાસી છું.

    Reply

Leave a Comment