વનરક્ષક પરીક્ષા તારીખ: ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 8 ફેબ્રુઆરી 2024 થી શરુ થશે

વનરક્ષક પરીક્ષા તારીખ: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનાર વનરક્ષક (ફોરેસ્ટ ગાર્ડ) ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષા તારીખ 08-02-2024થી શરૂ થશે.

વનરક્ષક પરીક્ષા તારીખ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વન રક્ષક, વર્ગ – 3ની સીધી ભરતીથી ભરવા માટે લેખિત પરીક્ષાનો અભ્યાસક્રમ સંબંધકર્તા તમામ ઉમેદવારોની જાણકારી માટે આ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે.

ફોરેસ્ટ ગાર્ડ પરીક્ષા 2024

ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગના નિયંત્રણ હેઠળની અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર હસ્તકની વનરક્ષક, વર્ગ-૩ની સીધી ભરતીની ૮૨૩ જગ્યાઓ માટે અગ્ર મુખ્ય વન સંરક્ષકશ્રી અને હેડ ઓફ ફોરેસ્ટ ફોર્સ, ગાંધીનગર દ્વારા તા. 20-10-22 ના રોજ જાહેરાત ક્રમાંક:FOREST/202223/1 પ્રસિદ્ધ કરવામાં આવેલ હતી.

આ પણ ખાસ વાંચો:

કડી નગરપાલિકા ભરતી 2024: 18 જાન્યુઆરી 2024 ના રોજ યોજાશે એપ્રેન્ટીસ ભરતી મેળો

દ્વારકા નગરી દર્શન: દરિયામાં ડૂબેલી દ્વારકા નગરીના દર્શન માટે સરકારનો મોટો પ્રોજેક્ટ

ઇમ્યુનિટી બુસ્ટ: આ પાંચ રીતે તમે તમારી ઇમ્યુનિટીને કરી શકશો બુસ્ટ

આ લેખિત પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી તારીખ 8મી ફેબ્રુઆરી – 2024ના રોજથી શરૂ કરવામાં આવશે, ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઇ ગુજરાતના જુદા જુદા જીલ્લા પ્રમાણે મલ્ટી સેશનમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે. પરીક્ષાનો સીલેબસ માર્ક્સ સાથે જાહેર કરવામાં આવે છે.

Forest Guard Exam Date 2024

આ પરીક્ષા CBRT (Computer Based Recruitment Test) પદ્ધતિથી યોજવામાં આવનાર હોઈ, પરીક્ષાનું યોગ્ય સ્કેલીંગ પદ્ધતિથી તૈયાર કરવામાં આવશે જેની તમામ સંબંધકર્તા ઉમેદવારોએ નોંધ લેવી.

વનરક્ષક પરીક્ષા 2024

  • આ પરીક્ષામાં 200 માર્ક્સના 100 પ્રશ્નો રાખવામાં આવેલ છે.
  • પરીક્ષાનો સમય 02:00 કલાકનો રાખવામાં આવેલ છે.
  • પરીક્ષામાં 4 (ચાર) વિષયો રાખવામાં આવેલા છે.
  • પ્રશ્નના પ્રત્યેક ખોટા જવાબના – 0.25 માર્ક્સ રાખવામાં આવેલ છે, એટલે કે પ્રશ્નો ખોટો જવાબ આપવા સામે નેગેટીવ માર્કિંગ રાખવામાં આવેલ છે.
વનરક્ષક પરીક્ષા તારીખ
વનરક્ષક પરીક્ષા તારીખ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment