Exam Tips : શું તમે પણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો આ ટીપ્સ આપના માટે છે ખાસ

Exam Tips: આ સમયમાં લાખો વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય છે, તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી આયોજન પૂર્વક કરશો તો કોઈ પણ એક્ષામ ક્રેક કરી શકશો.

Exam Tips

હાલના આ સમયની વાત કરીએ તો દરેક વિદ્યાર્થી કોઈ ને કોઈ પરીક્ષાની તૈયારી કરતા હોય છે જેમાં સૌથી વધુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ (GPSSB), ગુજરાત પબ્લિક સર્વિસ (GPSC) કમીશનની તૈયારી કરતા હોય છે, અને બીજા નંબર પર વાત કરીએ તો IBPS, UPSC, Railway, SSC ની પરીક્ષાની તૈયારી કરતા હોય છે.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી

આજનો સમય એવો છે કે ઉમેદવારોએ વધતી જતી પ્રતિસ્પર્ધા વચ્ચે દરેક ઉમેદવારોએ અગ્રેસર રેહવા માટે આયોજન પૂર્વક તૈયારી કરવી પડશે, જો તમારી તૈયારી આયોજન બદ્ધ હશે તો તમે સમયસર કોઈ પણ પરીક્ષાના સિલેબસ પ્રમાણે તૈયારી કરી શકશો અને રીવીઝન કરવાનો ટાઇમ પણ મળી રહેશે.

કોઈ પણ પરીક્ષાની શરૂઆતની તૈયારી પાયાથી જ કરો જે સૌથી ઉપયોગી સાબિત થશે જેમ કે NCERT / GSERT દ્વારા પબ્લીશ કરાયેલ ધોરણ 5 થી 12 ના પાઠ્યપુસ્તકની મદદથી પાયો મજબુત કરી શકશો, સિલેબસમાં એક વાર જોઈ લો કે ક્યાં વિષયમાં વધુ ભાર આપેલ છે એ જ પ્રમાણે વિષય મુજબ તીયારી શરુ કરો.

બીજી મહત્વની વાત કરીએ તો એ છે કે કરંટ અફેર્સ, જે દરેક પરીક્ષા માટે ખુબ જ ઉપયોગી છે, કરંટ અફેર્સ માટે સૌથી બેસ્ટ રસ્તો છે વર્તમાનપત્રનું દરરજો વાંચન કરો, અને જો ટાઇમ હોય તો નવરાશની પળોમાં ન્યુઝ જોવાનું રાખો તો પણ તેમાંથી તમને મહત્વનું કરંટ અફેર્સ મળી જશે. તેમજ વિવિધ મેગેઝીન પણ વાંચવાનું રાખો. અને બને ત્યાં સુધી એક નોટ જોડે રાખો અને તેમાં મુદાઓ લખતા જાવ.

સ્માર્ટ વર્ક કરો: તમે જે પણ તૈયારી કરો છે એના મૂળ મુદ્દાઓ વિષય વાર એક નોટબુકમાં શોર્ટ એટલે કે સરળ ભાષામાં ટુકમાં લખતા જાવ જેથી કરી ને જયારે પણ રીવીઝન કરવા બેસો એટલે ફકત એક વાક્યનું વાંચન કરશો તો તમને ખ્યાલ આવી જશે.

પુરતો સમય આપો: ઘણી વાર એવું બનતું હોય છે કે આપને વાંચવાની શરૂઆત કરીને કોઈ કામ માં લાગી જવી છે, તો એવું ના કરો. જેમ કે ગણિત, અંગ્રેજી અને રીઝનીંગ વિષયો પર પુરતો સમય ફાળવો, આમ જોવા જઈએ તો ભરતીની જાહેરાત બાદ પરીક્ષાની તૈયારી કરવાનો જોઈએ એટલો પુરતો સમય મળી રેહતો નથી. એટલા માટે તમે જો અગાઉથી જ પરીક્ષાની તૈયારી કરતા હોય તો દરેક વિષયનું એક ટાઇમ ટેબલ બનાવી અને સમયને સાથે લઈને તૈયારી કરવી.

ગણિત વિષયમાં દાખલાઓ શક્ય હોય એટલા શોર્ટ રીતે શીખો (એન લાંબી રીત પણ), પરીક્ષા સમયે શોર્ટ રીતનો ઉપયોગ કરો જે તમારો સમય બચાવશે સાથે ઘડિયા, વર્ગ-ઘન અને અન્ય જરૂર વાંચો. રીઝનીંગ એટલે માર્ક કવર કરવાનો વિષય. આ વિષયમાં સ્માર્ટ વર્ક ખુબજ જરૂરી છે, જે તમને પરીક્ષામાં કામ આવશે.

Exam Tips : અંગ્રેજી વિષય પરીક્ષા માટે 15 થી 20 માર્કસના સવાલો વર્ગ 3-4ની પરીક્ષામાં પૂછવામાં આવે છે, પરીક્ષાઓમાં મુખ્યત્વે કાળ, રુઢિપ્રયોગો, સમાનાર્થી, પ્રશ્નાર્થ વાક્યો, મોડેલ ઓક્જીલરી વાક્યો અને અન્ય ટોપિકને લગતા સવાલો વધુ હોય છે, અમુક સવાલો ખાલી જગ્યાના સવૃપે પણ પૂછવામાં આવે છે.

અન્ય તમામ વિષય જેવા કે ગુજરાતી ગ્રામર, ગુજરાતી ભાષા, ગુજરાતી સાસ્કૃતિ, વિજ્ઞાન, જનરલ નોલેજ જેવા દરેક વિષય વાંચો અને સાથે શોર્ટ નોટ પણ બનાવતા જાવ.

પુનરાવર્તન અને મોક ટેસ્ટ આપો : સ્પર્ધાત્મક પરીક્ષામાં સામાન્ય જ્ઞાન વિભાગમાં સફળ થવા માટે પુનરાવર્તન ખુબ જ મહત્વનું છે. રોજ તમારે એક બે કલાક આપવા પડશે. આ તૈયારીને વધુ અસરકારક બનાવવા માટે તમે મોડેલ પોપર સોલ્યુશન કરવાનું રાખો. આનાથી તમને ખબર પડશે કે તમે ક્યાં વિષયમાં નબળા છો.

મોક ટેસ્ટ ખુબ જ ઉપયોગી છે કારણ કે તમે જે પરીક્ષા આપવાના છે તે પેપર આપેલ સમય અંદર પૂરું કરવું એ માટે ખુબ જ ઉપયોગી છે મોક ટેસ્ટ. મોક ટેસ્ટ એટલે પ્રેક્ટીસ પેપર જે તમને આવનાર પેપર સમયે ખુબ જ ઉઓયોગી નીવડશે. નિયમિત રીતે મોક ટેસ્ટ આપો. તેનાથી તમને સાચી પરીક્ષા આપતા હોવ એવું લાગે છે, એટલું જ નહિ પણ તેનાથી તમને સ્વ-મૂલ્યાંકન કરવામાં ફાયદો થાય છે. તમારા વાંચનમાં આવતા નવા શબ્દોની નોધ તૈયાર ક્રરી તેનું પુનરાવર્તન કરો અને છેલ્લ બંને એટલા વિવિધ પ્રશ્નોનો મહાવરો કરો.

સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી: વિષય મુજબ પુસ્તકોની માહિતી હવે પછીના લેખમાં મુકવામાં આવશે.

Exam Tips
Exam Tips

નોંધ: Exam Tips સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી આ માહિતી અમે અમારા અનુભવ મુજબ આપેલ છે. વધુ માહિતી માટે તજજ્ઞની સલાહ અવશ્ય લ્યો.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Video : વિક્રમ લેન્ડરે કેપ્ચર કર્યો ચંદ્રનો વિડીયો, જુઓ ચંદ્રનો શાનદાર નજારો

પોલીસ ભરતી 2023 : ટુંક સમયમાં થઇ શકે છે પોલીસમાં ભરતી, IPS હસમુખ પટેલને સોપાઈ પોલીસ ભરતી બોર્ડની જવાબદારી

Vishvakarma Yojana | વિશ્વકર્મા યોજના : માત્ર 5 ટકા વ્યાજે મળશે લોન, 17 સપ્ટેમ્બર 2023 થી શરુ થશે યોજના

Leave a Comment