ડ્રીમ ગર્લ 2 ટ્રેલર રીલીઝ : આયુષ્માન ફરી વાર પૂજા બનીને ધૂમ મચાવવા તૈયાર

ડ્રીમ ગર્લ 2 ટ્રેલર રીલીઝ : આયુષ્માન ખુરાના અને અનન્યાની જોડી ડ્રીમ ગર્લ 2 માં ધૂમ મચાવા તૈયાર, શું આયુષ્માન ખુરાના પૂજા બનીને ફરીથી દર્શકોનું દિલ જીતવા તૈયાર.

ડ્રીમ ગર્લ 2 ટ્રેલર

Dream Girl 2 Trailer : ચાર વર્ષ પછી નવા અંદાજમાં જોવા મળી ‘પૂજા’ એટલે કે આયુષ્માન ખુરાના, ડ્રીમ ગર્લ-2નું મજેદાર ટ્રેલર રિલીઝ લોન્ચ થઇ ગયું છે, આ ફિલ્મમાં અનન્યા પણ જોવા મળશે. આ ફિલ્મ લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે, અને અવાર નવાર આયુષ્માન ખુરાના પણ આ ફિલ્મનું પ્રોમોશન કરતા જોવા મળ્યો હતો.

લાંબા સમય બાદ ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. અને ટ્રેલર આવતાની સાથે જ તેની જબરદસ્ત કોમેડી અને સ્ટારકાસ્ટથી ફેન્સને હસાવી રહ્યા છે. આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી પણ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. ટ્રેલરમાં કોમિક ડાયલોગ્સ અને આયુષ્માનની એક્ટિંગ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.

ટ્રેલરની વાત કરીએ તો શરૂઆતમાં જ આયુષ્માન પૂજા બનીને સાડીનો પલ્લું લેહરાવતા જોવા મળી રહ્યો છે, આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રીમ ગર્લ બે વર્ષ પહેલાં 2019માં આવી હતી, ડ્રીમ ગર્લ-2 તેની જ સીક્વલ ફિલ્મ છે. પેહલી ફિલ્મમાં આયુષ્માન ખુરાનાની સાથે નુસરત ભરુચા લીડ રોલમાં હતી અને તેની માતાના રોલમાં દીપિકા ચીખલીયા જોવા મળી હતી, પરંતુ આ સીક્વલમાં અનન્યા પાંડે લીડ રોલમાં છે. રાજ શાંડિલ્યના ડિરેક્શનમાં બનેલી ડ્રીમ ગર્લ 2 સિનેમાઘરમાં 25 ઓગસ્ટે રજૂ થશે.

ડ્રીમ ગર્લ 2 ટ્રેલર રીલીઝ

સ્ટારકાસ્ટ વાત કરીએ તો કરમ તરીકે આયુષ્માન ખુરાના, પરી તરીકે અનન્યા પાંડે, જગજીત સિંહ તરીકે અન્નુ કપૂર, અબુ સલીમ તરીકે પરેશ રાવલ, સોનાભાઈ તરીકે વિજય રાઝ, શૌકિયા તરીકે રાજપાલ યાદવ, યુસુફ અલી સલીમ ખાન તરીકે અસરાની સાબ, જયપાલ શ્રીવાસ્તવ તરીકે મનોજ જોશી, અભિષેક શાહરૂખ તરીકે બેનર્જી, જુમાની તરીકે સીમા પાહવા, સ્માઈલી ધિલ્લોન તરીકે મનજોત સિંહ, ટાઈગર પાંડે તરીકે રંજન રાજ.

ફિલ્મની વાર્તા વિષે વાત કરીએ તો કરમ એ મથુરાના નાના શહેરનો છોકરો છે, તેના પિતાનું દેવું ચૂકવવા માટે તે દરરોજ સંઘર્ષ કરી રહ્યો છે, જેણે પૃથ્વી પર લગભગ દરેક વ્યક્તિ પાસેથી પૈસા ઉછીના લીધા છે. અને બીજી બાજુ, તે પરીના પ્રેમમાં છે, જેના પિતાએ તેની સાથે લગ્ન કરવાની શરતો રાખી છે, અને 25 લાખ રૂપિયા ભેગા કરવાનું કહ્યું છે. જે પૂરા કરવા માટે, કરમ પૂજા તરીકે ડોન્સ કરે છે, અને તે તે બવંડરમાં તેની ભૂલોના લીધે ફસાતો જાય છે અને કોમેડી ઉભી થતી જાય છે.

આ પણ ખાસ વાંચો:

સિગ્નેચર બ્રીજ : PM MODI ના ડ્રીમ પ્રોજેક્ટ ઓખા – બેટ દ્વારકા સિગ્નેચર બ્રીજની 92 કામગીરી પૂર્ણ

IBPS Bharti 2023 : IBPS દ્વારા 3000 થી વધુ જગ્યાઓ પર ભરતી બહાર પાડી, જાણો સંપૂર્ણ વિગત

KBC 15 : દર્શકોની આતુરતાનો અંત, “કોન બનેગા કરોડપતિ” ની 15મી સીઝન શરુ થવા જઈ રહી છે

મેરી માટી મેરા દેશ સર્ટીફીકેટ ડાઉનલોડ કરો અહીંથી

Leave a Comment