શું તમે જાણો છો : 88 રૂપિયામાં 1 તોલા સોનું અને 25 પૈસામાં ૧ લીટર પેટ્રોલ, જાણો આ 76 વર્ષમાં કેટલું બદલાયું ભારત

શું તમે જાણો છો : આજે ભારત આઝાદીના 76 વર્ષ પુરા કરી રહ્યો છે, અને 77 મો સ્વતંત્રતા દિવસ મનાવી રહ્યો છે. તો ચાલો જાણીએ ભારત 76 વર્ષમાં કેટલુ બદલાઈ ગયું છે.

શું તમે જાણો છો

15 ઓગષ્ટે દેશ આઝાદીના 76 વર્ષ પુરા કરી રહ્યો છે, આ 76 વર્ષમાં ભારતે તેની તાકાત પૂરી દુનિયાને બતાવી છે, આ 76 વર્ષમાં ભારતના નામે ઘણી સિદ્ધિ નોંધાઈ છે, ભારતે વિકાસની બાબતમાં પણ ઘણી પ્રગતિ કરી છે, આજે કહીએ તો ભારત દુનિયામાં સૌથી વધુ ઝડપથી વિકસતું અર્થ તંત્ર છે.

શું તમે જાણો છો
શું તમે જાણો છો

1947માં જયારે ભારત દેશ આઝાદ થયો ત્યારે જે વસ્તુઓ પહેલા પૈસા અને આનામાં મળતી હતી તેની કિમતો આજે આસમાને અડી રહી છે. 1947માં જયારે ભારત આઝાદ થયું ત્યારે દેશની જીડીપી રૂપિયા 2.7 લાખ કરોડ હતી અને તે વિશ્વના જીડીપીના ત્રણ ટકાથી ઓછી હતી. જયારે આજે 2023માં વર્તમાન કોમ્તોના આધારે દેશની જીડીપી લગભગ 272.41 લાખ કરોડ રૂપિયા થઇ ગઈ છે.

આઝાદી સમયે 1$ નું મુલ્ય ૪ રૂપિયા હતું, જે આજે 83 રૂપિયા પહોચી ગયું છે, આમ જોવા જઈએ તો આઝાદીના 76 વર્ષમાં રૂપિયાની કીમત 20 ટકા ઘટી છે. 1947 થી 1980 સુધી દેશની અર્થવ્યવસ્થાનો વિકાસ નવ ટકાથી માંડી ને 5 ટકા હતો, એટલે કે તેમાં ઘણી વખત ઉતાર – ચઢાવ જોવા મળ્યા.

એક બાજુ જોઈએ તો આઝાદીના સમયથી લઈને અત્યાર સુધી જ્યાં એક તરફ દેશનો ઘણો વિકાસ થયો છે, તો બીજી બાજુ તરફ મોઘવારી પણ પોતાની ચરમસીમાએ પહોચી છે, ખાવા – પીવાની વસ્તુથી લઈને પેટ્રોલ – ડીઝલ અને સોનું બધું મોંઘુ થઇ ગયું છે, આ બધા તફાવત જાણીને તમે પણ ચોંકી ઉઠશો.

આઝદી સમયના ભાવ અને અત્યારના ભાવ

  • આઝાદી સમયે 10 ગ્રામ સોનાની કીમત 88.62 રૂપિયા હતી, જે અત્યારે 58,903 રૂપિયા છે.
  • પેટ્રોલ 1 લીટરના 25 પૈસા હતા, જેની સામે આજે પેટ્રોલ 96.72 રૂપિયા પહોચી ગયું છે.
  • 1 કિલો ચોખાના માત્ર 12 પૈસા હતા, જની સામે આજે 40 રૂપિયાથી 250 રૂપિયા ભાવે વેચાઈ રહ્યા છે.
  • આઝદી સમયે ખાંડ 40 પૈસાએ કિલો હતી, જે આજે 40 રૂપિયા ભાવે વેચાઈ રહી છે.
  • એવી જ રીતે 1 કિલો બટેકા 25 પૈસા હતા, જે આજે 25 રૂપિયામાં વેચાઈ છે.
  • 1947માં દુધની કીમત ફક્ત 12 પૈસા પ્રતિ લીટર હતી, જેની આજે કીમત 60 થી 70 રૂપિયા આસપાસ છે.
  • વર્ષ 1947માં ફ્લાઈટનું ભાડુ (દિલ્હી થી મુંબઈ) રૂપિયા 140 અને વર્ષ 2023માં આશરે રૂપિયા 7000

આ પણ ખાસ વાંચો:

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

આદુના ફાયદા : આ 5 ફાયદાઓ જાણીને તમે પણ ચોંકી જશો

જમીનના જુના રેકોર્ડ : હવે તમારી જમીનના વર્ષો જુના રેકોર્ડ મેળવો મોબાઈલમાં ઘેર બેઠા

Trick : શું તમારો ફોન ધીમો ચાર્જ થાય છે તો આ ફીચર્સ કરી દયો ON, પછી થઇ જસે ફાસ્ટ ચાર્જ

Leave a Comment