મંદી: ધંધુકા મંદીના ભરડામાં ભરાડાયુ વેપાર ધંધામાં ઘણાને બોણી થતી નથી

મંદી: ખેતી અને હીરાઉદ્યોગમાં મંદી જી.આઈ.ડી.સી લકવાગ્રસ્ત : દિવાળીના વ્યવહારો કેમ સચવાશે તેજ મોટો પ્રશ્ન છે.

મંદી

અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર અને પંથક મંદીના વમળમાં સપડાયો છે. નોરતા ગયા અને દિવાળી આવી પણ બજારમાં ઘરાકી દેખાતી નથી. ઘણા વેપારીઓને બોણી પણ થતી નહી હોવાનું જાણવા મળેલ છે.

અમદાવાદ જિલ્લાના છેવાડે અને ભાવનગર અને બોટાદ જીલ્લાને અડીને આવેલા ધંધુકા તાલુકો મંદીમાં સપડાયો છે.વેપારીઓ બેકાર બેઠા છે.ઘરાકી થતી નથી. ઘણા વેપારીઓને આખો દિવસ બેસે છતાં બોણી પણ થતી નથી. નવરાત્રીના તહેવારો ગયા દિવાળી આવી પણ બજારો સુમસામ દેખાય છે.

ધંધુકા

હીરાઉદ્યોગ બંધ થવાના આરે આવી ને ઊભો છે. હીરાઉદ્યોગની મંદી બજારમાં દેખાય છે.ખેડૂતોને પણ ખેતીમા મોટો માર પડયો છે બે થી ત્રણ વખતના કપાસ સહીતના વાવેતરો નિષ્ફળ ગયા પછી પણ ઉત્પાદન જોયે તેવુ થશે નહી.મોઘાભાવના બીયારણ,ખાતર અને દવાઓ વાપરી ખેતીમાં બે થી ત્રણ વખત નિષ્ફળતા મળ્યા પછી કપાસ વિણવાનું શરૂ કર્યું છે. કપાસમાં પણ રોગ થવાથી ઉત્પાદન દેખાતું નથી.ગ્રામ્ય વિસ્તારમાં લોકો ખેતીકામમાં લાગેલા છે.ધંધુકાની બજારો માણસો વગર ભેકાર ભાસે છે.

આ પણ ખાસ વાંચો:

ધંધુકા : ચાંપાનેરી પરિવાર દ્વારા શ્રી નવદુર્ગા ભવાની મહોત્સવ સંપન્ન

12th Fail Review : 12મું ફેઈલની સફર તમને રડાવી દેશે, IPS બનવાની પ્રેરણાદાયી કહાની

Cello World IPO : કન્ઝ્યુમર પ્રોડક્ટ કંપની સેલો વર્લ્ડનો આઈપીઓ આજે ખુલ્યો

ધંધુકા તાલુકો વરસાદી ખેતી અને હીરા ઉદ્યોગ ઉપર તેની રોજગારીનો આધાર છે.ત્યાં આ બંનેમાં આવેલી મંદીના કારણે વેપારીઓ ઠીક પણ લારીઓમાં નાનો મોટો ધંધો કરતા લોકોને પણ વેપાર થતો નથી. ધંધુકાના કોટડા ગામે જી.આઈ.ડી.સી  ઘણા વર્ષોથી થઈ છે.

પરંતુ ત્યાં ઉદ્યોગો ખાસ જામ્યા નથી તેને પણ મંદીની અસર મારી દે છે. ઘણા ઉદ્યોગો બંધ થઈ ગયા છે.અને જે શરૂ છે તે પણ મંદીના ભરડામાં ભરડાય છે.આવતા દિવસોમાં શું થશે તે પ્રશ્ન છે. ફટાકડાની દુકાનો વાળા બેકાર બેઠા છે. માલતો તો લાવી નાખ્યો પણ ઘરાકી નથી.

મંદી
મંદી

નવરાત્રી અને દશેરાના તહેવારોમાં કંદોઈ મીઠાઈ ફરસાણવાળાને પણ ધંધો દેખાતો નથી વર્ષો વર્ષ થતા ધંધામાં ૫૦ થી ૬૦ ટકા મંદી દેખાઈ છે આમ તમામ વેપારી ધંધા મંદીમા સપડાયા છે.

ગાંધીનગર પ્રવાસી પત્રકાર રાજેશ પરીખ

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment