ધોરણ 10 પુરક પરીક્ષા રિજલ્ટ 2023 : સવારે 8 વાગ્યે થશે જાહેર

ધોરણ 10 પુરક પરીક્ષા રિજલ્ટ 2023 : ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2023 આવતીકાલે સવારના 8 કલાકે થશે જાહેર. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ http://gseb.org પર જાહેર કરવામાં આવશે.

ધોરણ 10 પુરક પરીક્ષા રિજલ્ટ 2023

પરીક્ષાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે બોર્ડ દ્વારા વેબસાઈટની સાથે સાથે મોબાઈ નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે. તેમજ પરીક્ષાર્થીઓ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પરિણામ જોઈ શકશો. તેમજ વોટ્સઅપ નંબર 6357300971 પરથી પણ ધોરણ 10 પૂરક પરીક્ષા પરિણામ 2023 જાણી શકાશે.

ધોરણ 10 પુરક પરીક્ષા પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે જુલાઇ -૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૦ (એસ.એસ.સી) અને સંસ્કૃત પ્રથમાની પૂરક પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.૨૮/૦૭/૨૦૨૩ ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

STD 10th Result 2023

વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ પોતાની જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક(Seat Number) ભરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ WhatsApp Number 6357300971 પર પણ પોતાનો જુલાઇ-૨૦૨૩ પૂરક પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.

ધોરણ 10 રિજલ્ટ 2023

વિદ્યાર્થીઓના ગુણપત્રક અને S.R. નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણચકાસણી અને દફતર ચકાસણીની સૂચનાઓ બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. ગુણચકાસણીની અરજી ઓનલાઇન કરવાની રહેશે. પરિણામ બાદ નામ સુધારાની દરખાસ્ત નિયત નમૂનામાં કરવાની રહેશે. જેની શાળાના આચાર્યશ્રીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ તથા તમામ સંબંધિતોએ નોંધ લેવી.

પરિણામ જાણવાની ઓફીશયલ લિંક www.gseb.org છે.

આ પણ ખાસ વાંચો :

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

PM મોદી આજે PM કિસાન યોજનાનો 14મો હપ્તો કરશે જાહેર, યાદીમાં તમારું નામ છે કે નહિ આરીતે કરો ચેક

Gadar 2 Trailer Release : ગદર 2 ફિલ્મનું ટ્રેલર રીલીઝ, સની દેઓલ જોવા મળ્યો એક્શન મોડમાં

Leave a Comment