Chandrayaan 3 આજે રચશે ઈતિહાસ : ચંદ્રયાન 3 ના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ આજે થશે અલગ

Chandrayaan 3 : ISRO નું ચંદ્રયાન 3 આજે રચશે ઈતિહાસ, ચંદ્રયાન 3 ના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ આજે અલગ કરવામાં આવશે, ચંદ્રયાન 3 માટે આજનો દિવસ મહત્વનો.

Chandrayaan 3 આજે રચશે ઈતિહાસ

આજનો દિવસ ચંદ્રયાન 3 માટે મહત્વનો દિવસ છે, કારણકે આજે ઈસરો દ્વારા પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ અલગ કરવામાં આવશે, હવે ચંદ્રયાનનો કોઈ ઓર્બીટ બદલવામાં આવશે નહી, આ પેહલા 16 ઓગસ્ટના રોજ ઈસરો દ્વારા તેને છેલ્લા ઓર્બીટમાં સફળતા પૂર્વક દાખલ કરવામાં આવ્યો હતો. અને આજે એટલે 17 ઓગસ્ટના રોજ પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ આજે થશે અલગ.

Chandrayaan 3 આજે રચશે ઈતિહાસ
Chandrayaan 3 આજે રચશે ઈતિહાસ

ભારતનું મિશન ચંદ્રયાન સતત ચર્ચામાં છે. દરરોજ આ સ્પેસ ક્રાફ્ટ તેના પડાવ પાર કરીને ચંદ્ર તરફ આગળ વધી રહ્યું છે. આજનો દિવસ ચંદ્રયાન-3 મિશન માટે મહત્વનો છે. આજે ચંદ્રયાનના પ્રોપલ્શન અને લૈંડર મોડ્યુલ અલગ થશે. હવે ચંદ્રયાનનો કોઇ ઓર્બિટ બદલવામાં આવશે નહી. હાલ ચંદ્રયાન 153 બાય 163 કિલોમીટરની ઓર્બિટમાં ફરી રહ્યું છે.

16 ઓગસ્ટે ભારતનું ચંદ્રયાન 3 મિશન ચંદ્રની વધુ નજીક પહોચી ગયુ હતું. ચંદ્રયાન-3નું વિક્રમ લેન્ડ 2 આગામી 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને 14 દિવસ સુધી પ્રયોગો કરશે. ઇસરોના બેંગાલુરુ સ્થિત સેન્ટરમાં ટેલી મેટ્રીક ટ્રેકીંગ એન્ડ કમાન્ડ નેટવર્ક ISTRAC ઓપરેશન કોમ્પલેક્સ પરથી સતત ચંદ્રયાન-3 પર નજર રાખવામાં આવી રહી છે.

હવે આગળ શું થશે

17 ઓગસ્ટના રોજ પ્રોપલેશન મોડ્યૂલના અલગ થયા બાદ પ્રોપલેશન મોડ્યૂલ ચંદ્રમાની ચારે બાજુ ફરવાનું યથાવત રાખશે અને ગ્રહના સ્પેક્ટ્રમની ચારે બાજુ ડેટા એકઠાં કરવા માટે પોતાના ઉપકરણની સાથે પૃથ્વીનું નિરીક્ષણ કરશે, જ્યારે લેન્ડર પોતાની સૌથી મહત્વપૂર્ણ યાત્રા શરૂ કરશે.

લેન્ડિંગ ચરણમાં 23 ઓગસ્ટ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યે યાન ચંદ્રમાના દક્ષિણ ધ્રુવીય ક્ષેત્રમાં એક સોફ્ટ લેન્ડિંગનો પ્રયાસ કરશે તેવું ઈસરો દ્વારા જાણવામાં આવેલ છે, જે યાનની સફળતાનો અંતિમ તબક્કો હશે. ISROના જણાવ્યા મુજબ વિક્રમ નામના લેન્ડર સાંજે 5-47 વાગ્યે ચંદ્રમાની સપાટી પર ઉતરશે તેવી આશા છે. સફળ થતા પ્રજ્ઞાન નામનું રોવર, વિક્રમથી બહાર નીકળશે અને ચંદ્રના આસપાસના ક્ષેત્રની તપાસ કરશે. જે બાદ તે ચંદ્રના વિભિન્ન હિસ્સાની તસવીરો પૃથ્વી સુધી મોકલશે.

મહત્વપૂર્ણ છે કે ચંદ્રયાન-3 મિશન 2019માં ચંદ્રયાન-2ની આંશિક સફળતા પછી ચંદ્રમા પર સોફ્ટ લેન્ડિંગ કરવાનો ભારતનો બીજો પ્રયાસ છે. આ પ્રસાસ સફળ થતા સંયુક્ત રાજ્ય અમેરિકા, રશિયા અને ચીનની સાથે ભારત આ ઉલ્લેખનિય ઉપલબ્ધિને મેળવનાર વિશ્વ સ્તરે ચોથો દેશ બની જશે.

આ પણ ખાસ વાંચો:

VMC હેલ્થ વર્કર ભરતી 2023 : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 71 જગ્યા પર આવી ભરતી

ગુડ ન્યુઝ : ઘર વિહોણા માટે PM મોદીનું મોટું એલાન, હોમ લોનના વ્યાજમાં રાહત આપતી યોજના લાવશે

શું તમે જાણો છો : 88 રૂપિયામાં 1 તોલા સોનું અને 25 પૈસામાં ૧ લીટર પેટ્રોલ, જાણો આ 76 વર્ષમાં કેટલું બદલાયું ભારત

GPSC ભરતી 2023 : ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા કુલ 388 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખ સુધી કરી શકશો અરજી

Leave a Comment