Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 તારાઓ વચ્ચે સુપર સ્પીડમાં ભાગતું જોવા મળ્યું, આ અદભુત નજારો પોલેન્ડના એક ટેલીસ્કોપમાં જોવા મળ્યો છે.

Table of Contents

Chandrayaan 3 Video

આ પેહલા પણ ઈસરો દ્વારા ચંદ્રયાન 3 ના ઓનબોર્ડ પર લગાવેલા કેમેરાએ લીધેલ વિડીયો પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કરવામાં આવ્યો છે, જેમાં અદભુત નજારો કેપ્ચર કરવામાં આવ્યો છે.

ભારતીય સ્પેસ એજન્સી દ્વારા 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે દરેક ભારતીય માટે એતિહાસિક ક્ષણ હતી, અને ભારતે એક ઈતિહાસ રચ્યો.

ચંદ્રયાન 3 આ મિશન પર માત્ર ભારતના વૈજ્ઞાનિકોની જ નજર નથી, પરંતુ આખી દુનિયાની નજર છે. હાલમાં જ ચંદ્રયાન-3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે. જે વિડીયો અહી આપવામાં આવેલ છે.

ઉપર આપેલ વિડીયોમાં આપ જોઈ શકશો કે ચંદ્રયાન 3 એક નાના બિંદુ જેવડું જ તમને દેખાશે, વીડિયોમાં જોઈ શકાય છે કે ચંદ્રયાન ઝડપથી આગળ વધી રહ્યું છે. ચંદ્રયાન-3ની ચંદ્ર સુધીની સફર દરમિયાન રોટૂઝ ટેલિસ્કોપ તેનું ડોક્યુમેન્ટેશન કર્યું હતું.

સુપર સ્પીડમાં જઈ રહેલા ચંદ્રયાનનો આ વિડીયો જોઇને તમને વિશ્વાસ કરવો મુશ્કેલ થશે, તમને થોડીવાર એવું લાગશે કે આ કોઈ વીડીયોગેમનો વિડીયો છે, પણ એવું નથી. હાલમાં જ ચંદ્રયાન-3ને પોલેન્ડના રોટઝ (પેનોપ્ટેસ-4) ટેલિસ્કોપ દ્વારા અંતરિક્ષમાં ઉડતું જોવામાં આવ્યું છે. અને તેમના દ્વારા આ વિડીયો ટ્વીટ કરવામાં આવ્યો હતો.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

રાકેશ શર્મા : ભારતના પ્રથમ અવકાશ યાત્રીની રસપ્રદ કહાની

ISRO ગગનયાન મિશન : ઈસરો રચશે ફરીથી ઈતિહાસ, ગગનયાન SMPSનું સફળ પરીક્ષણ

ચંદ્રયાન 3 ખુબજ ઝડપથી આગળ વધી રહ્યું છે, જેની જાણકારી ઈસરો દ્વારા ટ્વીટ કરીને આપવામાં આવી હતી. નીચે આપેલ ટ્વીટ માં પણ જોઈ શકશો કે ચંદ્રયાન 3 હાલ કઈ જગ્યાએ પહોચ્યું છે, ઈસરો દ્વારા જયારે પણ ઓર્બીટ ચેન્જ કરવામાં આવે છે ત્યારે તેઓ તેમના ટ્વીટ હેન્ડલ પર ઓફીસ્યલ જાહેરાત કરે છે. તેમની લાસ્ટ અપડેટ મુજબ હવે 1 ઓગષ્ટના રોજ એન્જીનને ફાયરીંગ કરવામાં આવશે અને ચંદ્રની કક્ષામાં મોકલવામાં આવશે.

આજ કાલ દરેક ભારતીય એ જાણવા ઈચ્છુક છે કે ભાઈ આ ચંદ્રયાન કેટલે પહોચ્યું, અને કેમ ના હોય. ભારતના ચંદ્રયાન 3 લોન્ચિંગએ દરેક ભારતીય માટે ગૌરવની ક્ષણ હતી. ચંદ્રયાન-3ના મહત્વ વિશે વાત કરીએ તો, નાસા ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મનુષ્યને ઉતારશે, ચંદ્રયાન-3ના કારણે દક્ષિણ ધ્રુવ વિશેનો ડેટા પ્રાપ્ત થશે. ચંદ્રયાન 3 નું ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર 70 ડિગ્રી અક્ષાંશ પર લેન્ડ કરાશે. ISRO ના જણાવ્યા અનુસાર ચંદ્રયાન 3 ને એવી જગ્યાએ લેન્ડ કરાવવામાં આવશે.

Leave a Comment