Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં સફળતાથી એન્ટ્રી કરી લીધા બાદ સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો.

Table of Contents

Chandrayaan 3 Video

તમને જણાવી દઈએ કે ચંદ્રયાન 3 એ 5 ઓગષ્ટના રોજ ચંદ્રની કક્ષામાં સફળતા પૂર્વક પ્રવેશ કરી લીધો હતો અને ફરીથી એકવાર ચંદ્રયાન 3 એ ઈતિહાસ રચ્યો હતો, ચંદ્રયાન 3 દિવસે ને દિવસે ચંદ્રની નજીક પહોચતું જાય છે, ચંદ્રયાન 3 ચંદ્રની કક્ષામાં પોહ્ચ્યા પછી સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો છે, જેમાં ચંદ્રનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે.

આ વિડીયોમાં ચંદ્રની સપાટીને ખુબજ નજીકથી કેમેરામાં કેદ કરવામાં આવી છે, ઈસરો દ્વરા આ વિડીયો ટ્વીટ કરીને શેર કરવામાં આવ્યો છે.

https://twitter.com/chandrayaan_3/status/1688215948531015681

જ્યારથી ચંદ્રયાન 3 મિશનની શરૂઆત થઇ છે ત્યારની દેશના લોકોની આતુરતા વધી ગઈ છે કે ચંદ્રયાન 3 ક્યારે ચંદ્રની સપાટી પર સફળ ઉતરાણ કરે, આ પેહલા પણ ઈસરો દ્વારા સામાન્ય નાગરિક માટે ચંદ્રયાન 3 લાઇવ ટ્રેકર લોન્ચ કરવામાં આવ્યું હતું, જેથી દરેક ભારતીય જાણી શકે કે હાલ ચંદ્રયાન કેટલે અથવા તો ક્યાં પહોચ્યું.

ભારતીય સ્પેસ અજેન્સી ઇન્ડિયન સ્પેસ રીસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO), 14 જુલાઈના રોજ ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરીને પોતાનું નામ સોનેરી અક્ષરોમાં ઇતિહાસમાં લખાવ્યું હતું, આ પેહલા પણ ઈસરો દ્વારા ચંદ્રયાન 1 અને 2 ને સફળતા પૂર્વક પાર પડ્યું હતું, જો કે ચંદ્રયાન 2 સોફ્ટ લેન્ડીગ કરવવામાં નિષ્ફળ રહ્યું હતું, પણ એ બધું ભૂલીને ઇસરોનું ચંદ્રયાન 3 ફરીથી એકવાર ઈતિહાસ રચવા જઈ રહ્યું છે.

હવે ચંદ્રયાન 3 ચંદ્રની ભ્રમણ કક્ષા માં પહોચી ગયું છે ત્યારે તમામ દેશવાસીઓ રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ચંદ્રયાન 3 ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરે, ઈસરો દ્વારા જણાવાયું છે કે ચંદ્રયાન 3 ચંદ્રની સપાટી પર 23 ઓગસ્ટના રોજ સોફ્ટ લેન્ડીંગની પ્રક્રિયા શરુ કરશે. હાલ ભારત ના આ ચંદ્રયાન 3 મિશન પર પૂરી દુનિયાની નજર છે, કારણકે ઈસરો દ્વારા આ મિશન કોઈ એક બોલીવુડના ફિલ્મનું બજેટ હોય એટલા ઓછા ખર્ચમાં પાર પાડ્યું છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Live Tracker : ક્યાં પોહ્ચ્યું ચંદ્રયાન 3, ISRO દ્વારા દેશવાસીઓ માટે લાઇવ ટ્રેકર લોન્ચ

GSRTC કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક

GSRTC ડ્રાઈવર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર કરી શકશે ઓનલાઈન અરજી

ઉંમર પ્રમાણે વજન : જાણો ઉંમર પ્રમાણે છોકરા અને છોકરીનું વજન કેટલું હોવું જોઈએ?

10 પાસ માટે સરકારી નોકરી : ગુજરાત ગ્રામીણ ડાક સેવક ભરતી 2023, જાણો સંપૂર્ણ માહિતી

Leave a Comment