Chandrayaan 3 Rover Video : ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો કર્યો જાહેર, લેન્ડરમાંથી રોવર આવ્યું બહાર

Chandrayaan 3 Rover Video : ઈસરોએ રોવર પ્રજ્ઞાનનો વીડિયો જાહેર કર્યો, પ્રજ્ઞાન રોવર લેન્ડર વિક્રમમાંથી બહાર આવીને ચંદ્રની સપાટી પર પ્રયાણ કરતુ દેખાય છે.

Chandrayaan 3 Rover Video

ઈસરો દ્વારા ચંદ્રયાન 3 લેન્ડીંગ બાદનો પ્રથમ વિડીયો જાહેર કર્યો છે, જે એક અદભુત નજારો છે, આ વીડિયો ખૂબ જ શાનદાર છે. આપ અહીં બેઠા બેઠા તેને જોઈ શકશો કે કેવી રીતે લેન્ડરના રેમ્પ પરથી ઉતરીને પ્રજ્ઞાન રોવર બહાર આવી રહ્યું છે.

હાલ ઇસરોની ટીમ સંપૂર્ણ પણે જોશમાં શે અને કેમ ના હોય, જ્યારથી ચંદ્રયાન 3નું સફળ લેન્ડીંગ થયું છે ત્યારથી પૂરો દેશ પુરા જોશમાં છે, અને ચારે બાજુ ભારતની સ્પેસ એજન્સી ઇસરોની વાહવાહી થાય છે, જેનું કારણ છે ચંદ્રયાન 3 નું સફળ લેન્ડીંગ. હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઇ રહ્યો છે.

ઈસરો દ્વારા જે વિડીયો જાહેર કર્યો છે એ વિડીયોમાં ચંદ્રયાન 3 ના લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર ઉતરતું જોવા મળે છે, આ જોઇને ફરીથી દેશવાસીઓની છાતી ગદગદ થઇ ગઈ એવું અનુભવી રહ્યા છે. બસ જ્યાં જોવો ત્યાં ચંદ્રયાન 3ની સફળતા વિષે વાત થઇ રહી છે.

જેની દરેક ભારતીય જ્યારથી ચંદ્રયાન 3 મિશન લોન્ચ કરવામાં આવ્યું ત્યારથી રાહ જોઈ રહ્યા હતા તે વિડીયો ઈસરો દ્વારા આજે એક્સ એટલે કે ટ્વીટર પર શેર કરવામાં આવ્યો છે, ચંદ્રયાન 3 ની સપાટી પર સફળતાપૂર્વક વિક્રમ લેન્ડ થયા પછી 4 કલાક પછી રોવર તેમાંથી બહાર નીકળ્યું હતું. ઈસરો એ હાલ આ વિડીયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે વિક્રમ લેન્ડરમાંથી પ્રજ્ઞાન રોવર બહાર નીકળીને ચંદ્રની સપાટી પર ચાલવા લાગ્યું. આ વિડીયો જોઇને સમગ્ર ભારતીયોને ગૌરવની અનુભૂતિ થઇ રહી છે.

આ પણ ખાસ વાંચો:

Suryayaan : ચંદ્રયાન 3 ની સફળતા બાદ ISRO નું Aditya L1 મિશન, 2જી સપ્ટેમ્બરે સૂર્યયાન લોંચ કરશે

Aditya L1 : ISRO નું પ્રથમ સૂર્ય મિશન “સૂર્યયાન” આદિત્ય L1, શ્રીહરિકોટા પહોચ્યું સેટેલાઈટ

Chandrayaan 3 Live Telecast : આ રીતે જોઈ શકશો ચંદ્રયાન 3નું લાઇવ સોફ્ટ લેન્ડીંગ

Leave a Comment