Chandrayaan 3 Rover New Video : પ્રજ્ઞાન રોવર શિવશક્તિ પોઈન્ટ પાસે ફરી રહ્યું છે ISRO શેર કર્યો નવો વિડીયો

Chandrayaan 3 Rover New Video : દક્ષીણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યો શોધવા માટે પ્રજ્ઞાન રોવર શિવશક્તિ પોઈન્ટ પાસે ફરી રહ્યું છે, ઈસરો દ્વારા ગઈ કાલે તેનો પ્રથમ વિડીયો શેર કર્યા બાદ આજે વધુ એક વિડીયો શેર કર્યો છે.

Chandrayaan 3 Rover New Video

વિડીયો પોસ્ટ કરતા ઈસરોએ કેપ્શ્નમાં લખ્યું કે “પ્રજ્ઞાન રોવર” દક્ષીણ ધ્રુવ પર ચંદ્રના રહસ્યો શોધવા માટે શિવશક્તિ પોઈન્ટ પાસે ફરી રહ્યું છે. બે દેશોની મુલાકાત લઈને ભારત ફરેલા પીએમ મોદી સીધા બેંગ્લોર એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાં તેમને સ્થાનનું નામકરણ પણ જાહેર કર્યું હતું.

 પીએમ મોદીએ કરી જાહેરાત, Chandrayaan 3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે. તેથી જે જગ્યા પર આપણા ચંદ્રયાન – 2ના પગના નિશાન પડ્યા હતા તે આજથી તિરંગા પોઈન્ટ તરીકે ઓળખાશે.

અહી આપને એ પણ જણાવી દઈએ કે રોવર ચંદ્રની સપાટી પર 14 દિવસનું કર્યું કરશે, અહી તમારે એ પણ જાણવું અગત્યનું છે કે પૃથ્વીના 14 દિવસ બરાબર ચંદ્રનો 1 દિવસ થાય છે, ચંદ્રયાન 3ના સફળતા પૂર્વક લેન્ડીંગ બાદ હવે રોવર મોડ્યુલ ઈસરોના વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલા 14 દિવસનું કાર્ય શરુ કરશે, અને હાલમાં જ ઈસરો દ્વારા ટ્વીટ કરીને જાણવામાં આવ્યું હતું કે ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડીંગનું નિદર્શન પૂર્ણ થયું, ચંદ્ર પર ફરતા રોવરનું નિદર્શન / ઉદેશ્ય પૂર્ણ થયું છે. વિજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવાનું ચાલુ છે, બધા પેલોડસ સામાન્ય પણે કાર્ય કરી રહ્યા છે.

ઈસરો કહ્યું છે કે ચંદ્રમાની સપાટી પર વૈજ્ઞાનિક પ્રયોગ કરવા માટે રોવરની તૈનાતી ચંદ્ર અભિયાનોમાં નવી ઉંચાઈઓને સ્પર્શ કરશે, લેન્ડર અને રોવર બંનેનું જીવનકાળ એક – એક ચંદ્ર દિવસ છે જે પૃથ્વીના 14 દિવસ જેટલું છે, ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષીણ ધ્રુવનું પાસે પોતાનું રોવર તૈનાત કરશે જે ચંદ્રમાની માટી અને પહાડની સંરચના અંગે વધુ જાણકારી મેળવશે, ચંદ્રમાના દક્ષીણ ધ્રુવ પર બરપ અને ખાનીજોના ભંડારની આશા છે.

પ્રજ્ઞાન રોવરનું સર્ફેસ થર્મો ફીઝીકલ એક્સ્પરીમેન્ટ ધ્રુવીય ક્ષેત્રની પાસે ચંદ્ર સપાટીના તાપમાનને માપશે, ચંદ્ર પર ભૂકંપની શક્યતાને માપશે અને મુન ક્રસ્ટ અને મેન્ત્લની સંરચનાનું ચિત્રણ કરશે. લેન્ડર પેલોડ, રેડિયો એનાટોમી ઓફ મુન બાઉન્ડ હાઇપર સેન્સેટીવ આયોનોસ્ફીચર એન્ડ એટ્મોસ્ફીયર (RAMBHA), નજીક સપાટીના પ્લાઝમા ઘનત્વ અને સમયની સાથે તેના પરિવર્તનનો અભ્યાસ કરશે.

આ પણ ખાસ વાંચો:

શિવશક્તિ પોઈન્ટ : Chandrayaan 3 જ્યાં ઉતર્યું તે સ્થળ હવેથી શિવશક્તિ પોઈન્ટ તરીકે ઓળખાશે

Jio Plan : Jio ના ગ્રાહકોને મોટો ઝટકો, કંપનીએ બંધ કર્યો આ સસ્તો પ્લાન

Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ભરતી 2023, 4 સપ્ટેમ્બર સુધી કરી શકશો અરજી

Leave a Comment