Chandrayaan 3 Mission : જાણે બાળક ચંદામામાના આંગણામાં મસ્તી કરી રહ્યું છે, જ્યારે માતા તેને પ્રેમથી જોઈ રહી છે

Chandrayaan 3 Mission : ઈસરો દ્વારા રોવરનો નવો વિડીયો શેર કરવામાં આવ્યો, જાણે બાળક ચંદામામાના આંગણામાં મસ્તી કરી રહ્યું છે, જ્યારે માતા તેને પ્રેમથી જોઈ રહી છે.

Table of Contents

Chandrayaan 3 Mission

ચંદ્રયાન 3 રોવરનો નવો વિડીયો આજે ઈસરો દ્વારા પોતાના ટ્વીટર (એક્સ) એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે, આમ જોવા જઈએ તો રોવર પ્રજ્ઞાન ચંદ્ર પર ઉતર્યા બાદથી દરરોજ પૃથ્વી પર મહત્વપૂર્ણ માહિતી શેર કરી રહ્યું છે, આમાં સૌથી મહત્વપૂર્ણ માહિતી ચંદ્રની સપાટી પર ઓક્સિજનની શોધ છે.

ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ISRO)એ મિશન ચંદ્રયાન-3 સંબંધિત આજે એક નવો વીડિયો શેર કર્યો છે. તેમણે આ વીડિયોને એક્સ (અગાઉ ટ્વિટર) પર શેર કરતા લખ્યું કે, સુરક્ષિત માર્ગની શોધમાં રોવરને ફેરવવામાં એટલે કે રોટેટ કરવામાં આવ્યું હતું. આ રોટેશનને લેન્ડર ઈમેજર કેમેરા દ્વારા કેદ કરવામાં આવ્યું હતું.

આ વીડિયોને શેર કરતાં ઈસરોએ ટ્વીટ કર્યું, ‘લેન્ડર વિક્રમે રોવર પ્રજ્ઞાનને સુરક્ષિત માર્ગ તરફ પરિભ્રમણ કરવાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. અને ઈસરો દ્વારા ટ્વીટ કરીને કેહવામાં આવ્યું હતું કે આ વીડિયોમાં એવું લાગે છે કે એક બાળક ચંદમામાના આંગણામાં રમી રહ્યું છે અને તેની માતા તેને પ્રેમથી રમતા જોઈ રહી છે.

ચંદ્રયાન 3 મિશનના પ્રજ્ઞાન રોવરે બુધવારે વિક્રમ લેન્ડરની ગઈકાલે એક તસવીર ખેંચી હતી. ISROએ આ જાણકારી શેર કરી. શેર કરવામાં આવેલી તસવીર રોવર પર લાગેલા નેવિગેશન કેમેરા દ્વારા લેવામાં આવી છે. અંતરિક્ષ એજન્સીએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું- સીમાઓથી બહાર, ચંદ્રની પાર… ભારતના કોઇ સીમાડા નથી… એક વખત ફરી, પ્રજ્ઞાને વિક્રમની તસવીર ક્લીક કરી. આ ફોટો આજે સવારે 11 વાગ્યાની આસપાસ લગભગ 15 મીટરના અંતરથી લેવામાં આવી હતી.

રોવર પ્રજ્ઞાને ઓક્સિજન અને સલ્ફરની શોધ કરી

અગાઉ મંગળવારે (29 ઓગસ્ટ 2023), ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) એ જણાવ્યું હતું કે રોવર પ્રજ્ઞાન પર લગાવેલા એક સાધને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે સલ્ફરની પુષ્ટિ કરી છે. ઇસરોએ એમ પણ કહ્યું કે સાધનમાં અપેક્ષા મુજબ એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા છે.

ઈસરોએ કહ્યું, ‘ચંદ્રની સપાટી પર રોવર દ્વારા વૈજ્ઞાનિક પ્રયોગો ચાલી રહ્યા છે. રોવર પર લગાવવામાં આવેલા લેસર ઓપરેટેડ બ્રેકડાઉન સ્પેક્ટ્રોસ્કોપ (LIBS) ઈન્સ્ટ્રુમેન્ટે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીકની સપાટીમાં સલ્ફરની હાજરીની સ્પષ્ટ પુષ્ટિ કરી છે. અપેક્ષા મુજબ, એલ્યુમિનિયમ, કેલ્શિયમ, આયર્ન, ક્રોમિયમ, ટાઇટેનિયમ, મેંગેનીઝ, સિલિકોન અને ઓક્સિજન પણ મળી આવ્યા હતા. હાઇડ્રોજનની શોધ ચાલુ છે.

વિક્રમ લેન્ડર પરના ચાર પેલોડ શું કરશે? 1. રંભા (RAMBHA)… તે ચંદ્રની સપાટી પર સૂર્યમાંથી આવતા પ્લાઝ્મા કણોની ઘનતા, જથ્થા અને ફેરફારોની તપાસ કરશે. 2. ChaSTE… તે ગરમી એટલે કે ચંદ્રની સપાટીનું તાપમાન તપાસશે. 3. ILSA… તે લેન્ડિંગ સાઇટની આસપાસ સિસ્મિક ગતિવિધિઓની તપાસ કરશે. 4. લેસર રેટ્રોરેફ્લેક્ટર એરે (LRA)… તે ચંદ્રની ગતિશીલતાને સમજવાનો પ્રયત્ન કરશે.

આ પણ ખાસ વાંચો:

Phonepe Share Market App : ફોનપે શેર માર્કેટ એપ લોન્ચ કરી, યુઝર્સ માટે ટ્રેડીંગ સરળ બન્યું

Aeroflex Industries IPO : એરોફ્લેકસ ઇન્ડસ્ટ્રીઝ IPO નું ધમાકેદાર લીસ્ટીંગ

માનવ ગરિમા યોજના 2023 લાભાર્થી યાદી જાહેર

Leave a Comment