Chandrayaan 3 Live Telecast : આ રીતે જોઈ શકશો ચંદ્રયાન 3નું લાઇવ સોફ્ટ લેન્ડીંગ

Chandrayaan 3 Live Telecast : ચંદ્રયાન 3 ને લઈને અનેરો ઉત્સાહ છે, એ માટે ઈસરો દ્વારા દરેક વ્યક્તિ લાઇવ સ્ટ્રીમીંગ જોઈ શકે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ચંદ્રયાન 3 નું લાઇવ ટેલીકાસ્ટ 23.08.2023 બુધવારના રોજ સાંજે 05:20 વાગ્યેથી વિવિધ પ્લેટફોર્મ પરથી લાઇવ જોઈ શકાશે.

Chandrayaan 3 Live Telecast

હાલ તમને જણાવી દઈએ કે દરેક ભારતીય ચંદ્રયાન 3 ના રંગમાં રંગાયેલો જોવા મળી રહ્યો છે, અને આતુરતા પૂર્વક રાહ જોઇને બેઠા છે કે ક્યારે ચંદ્રયાન 3 સોફ્ટ લેન્ડીંગ કરશે, અને સોફ્ટ લેન્ડીંગ માટે પોતપોતાની રીતે વિવિધ પ્રકારથી સફળ લેન્ડીંગની પ્રાથના પણ કરી રહ્યા છે.

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ‘સોફ્ટ-લેન્ડિંગ’નું લાઈવ ટેલિકાસ્ટ ISROની વેબસાઈટ, તેની યુટ્યુબ ચેનલ, ઈસરોના ફેસબુક પેજ પર અને DD નેશનલ ટીવી ચેનલ સહિત બહુવિધ પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ થશે.

Video Source : ISRO Official YouTube Chanel

ચંદ્રયાન 3 ને લઈને અમદાવાદ મ્યુનીશીપલ કોર્પોરેશન દ્વારા એક અનોખી અને આ ક્ષણને યાદગાર બનાવવા માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. શહેરમાં વિવિધ જગ્યાએ 126 એલઈડી સ્ક્રીન દ્વારા ચંદ્રયાન-3ના લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. અહી તમને એ પણ જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન-3ની લેન્ડિંગ સમયે ISRO સાથે વર્ચ્યુઅલી જોડાશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં સ્માર્ટસિટી પ્રોજેક્ટ હસ્તકની 126 LED સ્ક્રીનની મદદથી આવતીકાલે એટલે કે બુધવારે ચંદ્રયાન-3 લેન્ડિંગનું લાઈવ પ્રસારણ દેખાડશે. જે એક સરાહનીય પગલું છે. ચંદ્રયાન-3 ના ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ સમયે ઘરે ઉપસ્થિત ન હોય એવા નાગરિકો એએમસીની એલઈડી સ્ક્રીન પર લાઈવ પ્રસારણ નિહાળીને ભારત દેશ માટે વૈશ્વિક ગૌરવરૂપી ઘટનાના સાક્ષી બની શકશે.

તમને એ પણ જણાવી દઈએ કે થોડા દિવસ પેહલા રશિયાનું LUNA 25 ચંદ્ર પર સોફ્ટ લેન્ડીંગ કરી શક્યું નથી, હવે પુરા વિશ્વની નજર ભારતીય સ્પેસ એજન્સી ઈસરોના ચાદ્રયાન 3 મિશન પર છે. હાલ ઈસરો દ્વારા તમામ જાણકારી પોતાના ટ્વીટર હેન્ડલ પર ટ્વીટ કરીને જાણકારી આપે છે, અને લેન્ડર દ્વારા લેવામાં આવેલ તસ્વીરો તેમજ વિડીયો પણ શેર કરી રહ્યા છે.

આ પણ ખાસ વાંચો:

Chandrayaan 3 Soft Landing LIVE Telecast : ચંદ્રયાન 3 નું સોફ્ટ લેન્ડીંગ જોઈ શકશો લાઇવ

ચંદ્રયાન 3 Latest Video : ISRO એ લેન્ડર ઈમેજર ઓનબોર્ડ કેમેરા 4 દ્વારા કેપ્ચર કરાયેલ ચંદ્રનો વિડીયો શેર કર્યો

સુમુલ ડેરી ભરતી 2023 : સુમુલ ડેરીમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી જાહેર, 28 ઓગસ્ટ સુધી કરી શકશો અરજી

તલાટી ભરતી 2023 : ગુજરાત સરકાર 3077 તલાટીની ભરતી કરશે, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો મહતવપૂર્ણ નિર્ણય

Leave a Comment