Chandrayaan 3 : ચંદ્રયાન 3 પૃથ્વીની કક્ષા છોડી, હવે 5 ઓગષ્ટ મહત્વનો દિવસ

Chandrayaan 3 : ચંદ્રયાન-3 એ પૃથ્વીની આસપાસ તેની ભ્રમણકક્ષા પૂર્ણ કરી છે અને ચંદ્ર તરફ પ્રયાણ કર્યું છે. ISTRAC ખાતે સફળ પેરીજી-ફાયરિંગ કરવામાં આવ્યું, ISRO એ અવકાશયાનને ટ્રાન્સલ્યુનર ઓર્બિટમાં ઇન્જેક્ટ કર્યું છે.

Chandrayaan 3

એમ કેહવું ખોટું નથી કે ચંદ્રયાન 3 હવે ચંદ્રમાં તરફનો એક્સપ્રેસ વે પર ચડી ગયું છે, 5 ઓગસ્ટ, 2023 માટે લુનાર-ઓર્બિટ ઇન્સર્શન (LOI)નું આયોજન કરવામાં આવ્યું છે. આ સફળ પેરીજી ફાયરીંગ કર્યાની જાણકારી ઈસરો દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી હતી. ભારત તેમજ પુરા વિશ્વની નજર ઈસરોના આ મિશન પર છે. જેમ જેમ ચંદ્રયાન 3 આગળ વધતું જાય છે તેમ તેમ દેશવાસીઓની જીજ્ઞાશા પણ વધતી જાય છે કે ચંદ્રયાન 3 ક્યારે સફળ ઉતરાણ કરશે.

Chandrayaan 3
Chandrayaan 3

ISROનું Chandrayaan-3 એક ઓગસ્ટની રાત્રે 12થી 1 વાગ્યાની વચ્ચે ધરતીની ચારેબાજુ પાંચમા ઓર્બિટથી ટ્રાન્સ લૂનર ટ્રેજેક્ટરીમાં નાખવામાં આવ્યું. જેની જાણકારી ઈસરો પણ ઈસરો દ્વારા અગાવ આપવામાં આવી હતી, આ પ્રક્રિયાને ટ્રાન્સર લૂનર ઈન્ડેક્શન કહેવામાં આવે છે. એટલે કે ધરતીના રસ્તાને છોડીને હવે તે ચંદ્રમાની તરફ જવા માટે હાઈવે પર જઈ ચુક્યું છે. અને હવે 5 ઓગષ્ટ 2023 ચંદ્રયાન 3 માટે મહત્વનો દિવસ રેહશે.

5 ઓગષ્ટ મહત્વનો દિવસ

5 ઓગસ્ટના રોજ Chandrayaan 3 ને ચંદ્રના પહેલા મોટા ઓર્બિટમાં નાખવામાં આવશે. આવા પાંચ ઓર્બિટ મેન્યુવર થશે. જે 6 ઓગસ્ટ, 9 ઓગસ્ટ, 14 ઓગસ્ટ, 16 ઓગસ્ટ અને 17 ઓગસ્ટ સુધી થતા રહેશે. 17 ઓગસ્ટે જ ચંદ્રયાન-3ના પ્રોપલ્શન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ અલગ થશે.

આ પણ ખાસ વાંચો :

ISRO Satellite Launch Video : ISROએ લોન્ચ કર્યા સિંગાપુરના 6 સેટેલાઇટ્સ, જુઓ ઓનબોર્ડ વ્યુ વિડીયો

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

Chandrayaan 3 Video : કેટલે પહોચ્યું ચંદ્રયાન, ટેલીસ્કોપ દ્વારા ઝડપાયેલ નવો વિડીયો આવ્યો સામે

ISRO ગગનયાન મિશન : ઈસરો રચશે ફરીથી ઈતિહાસ, ગગનયાન SMPSનું સફળ પરીક્ષણ

Chandrayaan 3 Launch Live : ઇસરોનું ચંદ્રયાન 3 આજે ભરશે ઉડાન

રાકેશ શર્મા : ભારતના પ્રથમ અવકાશ યાત્રીની રસપ્રદ કહાની

તમને એ પણ જણાવી દઈએ કે ભારતીય સ્પેસ એજન્સી દ્વારા 14 જુલાઈના રોજ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા સ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી ચંદ્રયાન 3 ને સફળતા પૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. જે દરેક ભારતીય માટે એતિહાસિક ક્ષણ હતી, અને ભારતે એક ઈતિહાસ રચ્યો.

Leave a Comment