8 ઓગષ્ટ આજનું રાશિફળ : આ રાશિ જાતકોનો થશે આજે લાભ

8 ઓગષ્ટ આજનું રાશિફળ : આજનું પંચાંગ તારીખ – 8 ઓગષ્ટ 2023, મંગળવાર. તિથી – વદ આઠમ. અધિક કાલાષ્ટમી, અધિક માસ કૃષ્ણ જન્માષ્ટમી, નક્ષત્ર – ભરણી, યોગ – ગંડ, કરણ – બાલવ.

8 ઓગષ્ટ આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ):

તમારી આવક આજે વધારો થવાની સંભાવના છે, આજે કલા જગત સાથે જોડાયેલા વ્યક્તિ પ્રગતી કરશે, સહશીકોને આજે સન્માન મળી શકે, મિત્રો સાથે અણબનાવ દુર થતા જોવા મળે, ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ પ્રકૃતિ: પિત્ત
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

વૃષભ (બ.વ.ઉ):

આજનો દિવસ સામાન્ય ફળ આપતો જણાય, પરિવારના સભ્યો સાથે બેસીને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા કરી નિરાકણ લાવવું, રોજીંદા કાર્યોમાં થોડી ચિંતા જણાય, આજે તમારી આસપાસના લોકોના વર્તન પર થોડી નજર રાખવી જરૂરી, સ્વાસ્થ્ય સબંધિત ધ્યાન રાખવું.

 • અનુકુળ સંખ્યા: 2
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ પ્રકૃતિ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, બુધવાર અને શનિવાર

મિથુન (ક.છ.ઘ):

આજે તમે ખુબજ ઉર્જાવાન શક્તિ અનુભવ કરી શકશો, શારીરિક રીતે આજે તમે ખુબજ મજબુત રહેશો, જુના રોગોનું નિદાન આવી શકે, નોકરિયાત લોકોનો દિવસ આજે ખુબજ સારો રહે, આજે ઘણા પૈસા ખર્ચ કરવાની સંભાવના છે.

 • અનુકુળ સંખ્યા: 6
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ પ્રકૃતિ: સમ
 • રાશિ અનુકુળ દિવસ: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

કર્ક (ડ.હ):

વિજાતીય લોકો તરફ આકર્ષણ વધુ રહે, પ્રેમ સબંધોમાં ખટાશ આવી શકે, વિદ્યાર્થીઓએ શિક્ષણમાં ખુબજ કાળજી રાખવી, આજે ઘરના વડીલો તમારા વિચાર સાથે સહમત થઇ શકે. ઓળખાણનો વ્યાપ વધી શકે.

 • અનુકુળ સંખ્યા: 4
 • અનુકુળ રંગ: દુધિયો
 • રાશિ પ્રકૃતિ: કફ
 • રાશિ અનુકુળ દિવસ: સોમવાર, મંગળવાર અને ગુરુવાર

આ પણ ખાસ વાંચો:

વિશ્વ આદિવાસી દિવસ 2023 : તાપીના ગુણસરા ગામ ખાતે રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવશે

Chandrayaan 3 Video : ચંદ્રયાન 3 દ્વારા સ્પેસક્રાફ્ટ માંથી ચંદ્રનો સૌ પ્રથમ વિડીયો મોકલ્યો, જુઓ ચંદ્રમાનો અદ્ભુત નજારો

તાડપત્રી સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર 6 સપ્ટેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે

બેટરી સંચાલિત પંપ સહાય યોજના 2023 : IKhedut પોર્ટલ પર ઓનલાઈન અરજી શરુ

GSRTC કંડકટર ભરતી 2023 : ધોરણ 12 પાસ ઉમેદવાર માટે સરકારી નોકરી મેળવવાની સોનેરી તક

સિંહ (મ.ટ):

આજે તમારા વિચારો વિષે સ્પષ્ટ રેહવું જરૂરી, જીવનસાથીનું મહત્વ સમજવું, વિવાહિત જીવન સુખમયી રહે, આજે દેવું ચૂકવી શકો, આજે તમે લોકોની અપેક્ષાએ ખરા ઉતરશો.

 • અનુકુળ સંખ્યા: 5
 • અનુકુળ રંગ: સોનેરી
 • રાશિ પ્રકૃતિ: પિત
 • રાશિ અનુકુળ દિવસ: રવિવાર, મંગળવાર અને ગુરુવાર

કન્યા (પ.ઠ.ણ):

આજે તમારા સંજોગો નબળા રેહવાની ધારણા છે, એટલા માટે આજે તમારે સમજી અને વિચારીને કોઈ પણ નિર્ણય લેવો જોઈએ, ઈર્ષાળુ લોકો આજે તમાર વિષે ખોટી વાતો ફેલાવી શકે, આવકમાં ઘટાડો થવાના કારણે આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો જણાય.

 • અનુકુળ સંખ્યા: 8
 • અનુકુળ રંગ: લીલો
 • રાશિ પ્રકૃતિ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

તુલા (ર.ત):

આજે પરિવારના સભ્યોનો વ્યવહાર તમારા પ્રત્યે ઘણો સારો રહેશે, તમારી સફળતાનો પૂરો આનંદ માણી શકો. આજે તમને મિત્રો મદદ કરી શકે, સમાજમાં તમારું વર્ચસ્વ વધી શકે. આજે અચાનક તમારી કોઈ ઈચ્છા પૂરી થઇ શકે.

 • અનુકુળ સંખ્યા: 7
 • અનુકુળ રંગ: સફેદ
 • રાશિ પ્રકૃતિ: સમ
 • રાશિ અનુકુળ દિવસ: શુક્રવાર, શનિવાર અને બુધવાર

વૃશ્ચિક (ન.ય):

આજે તમારા આવકના સ્ત્રોત વિકસિત થઇ શકે, આજે તમારા ઉધાર આપેલ પૈસા પરત મળી શકે, પરિવારમાં માંગલિક પ્રસંગોની રૂપરેખા જણાય, તમારો સ્વભાવ થોડો જીદ્દી રહે, વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ખુબ મેહનત કરવી પડે.

 • અનુકુળ સંખ્યા: 1
 • અનુકુળ રંગ: લાલ
 • રાશિ પ્રકૃતિ: કફ
 • રાશિ અનુકુળ દિવસો: મંગળવાર, ગુરુવાર અને રવિવાર

ધન (ભ,ધ,ફ,ઢ):

આજે નવું કાર્ય શરુ કરવાનો વિચાર આવશે, સંતાનોની સફળતાથી ઉત્સાહિત રહેશો, તમારી ભૂલો સુધારવા માટે દિવસ ખુબજ સારો છે, માર્કેટિંગ સબંધિત કામોથી ધન લાભ થશે, અટવાયેલા કામોમાં ઝડપ આવી શકે. તમારા પર જવાબદારીઓનો બોજ આવી શકે.

 • અનુકુળ સંખ્યા: 12
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ પ્રકૃતિ: પિત
 • રાશિ અનુકુળ દિવસો:ગુરુવાર અને રવિવાર

મકર (ખ,જ):

આજે વ્યપાર ધંધામાં ગ્રાહકોની વલણથી નારાજ રહી શકો, માનસિક તણાવથી તમારા કાર્ય અને પારિવારિક જીવનને અસર કરી શકે, આજે ઘરના નાના કામને પ્રાથમિકતા આપશો.

 • અનુકુળ સંખ્યા: 10
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ પ્રકૃતિ: વાયુ
 • રાશિ અનુકુળ દિવસ: શનિવાર, બુધવાર અને શુક્રવાર

કુંભ (ગ, શ,ષ)

સમાજમાં કીર્તિ વધી શકે, કાર્યસ્થળમાં કીર્તિ વધી શકે, નોકરીમાં તમે મોટો ફેરફાર કરી શકો, આજે કીમતી વસ્તુ ખરીદી શકો, વિવાહિત જીવનનો તણાવ દુર થતો જણાય.

 • અનુકુળ સંખ્યા: 11
 • અનુકુળ રંગ: વાદળી
 • રાશિ પ્રકૃતિ: સમ
 • રાશિ અનુકુળ દિવસ: બુધવાર, શુક્રવાર અને શનિવાર

મીન (દ,ચ,ઝ,થ):

આજે નોકરીની ઓફર મળી શકે, કરિયરને લઈને નવી દિશા મળી શકે, તમારા જીવનસાથીની સલાહ ફાયદાકારક રહે, લાંબા સમયથી મુલતવી રાખેલું કામ આજે કરવું પડે, કોઈપણ મતભેદને તમારા અંગત સબંધો પર હાવી ન થવા દયો.

 • અનુકુળ સંખ્યા: 9
 • અનુકુળ રંગ: પીળો
 • રાશિ પ્રકૃતિ: કફ
 • રાશિ અનુકુળ દિવસ: ગુરુવાર, સોમવાર અને મંગળવાર
8 ઓગષ્ટ આજનું રાશિફળ
8 ઓગષ્ટ આજનું રાશિફળ

Disclaimer: આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી. આ માહિતી વિવિધ માધ્યમો / જ્યોતિષીઓ / પંચાંગો / પ્રવચનો / માન્યતાઓ / શાસ્ત્રોમાંથી એકત્રિત કરીને તમારા સુધી લાવવામાં આવી છે. અમારો હેતુ માત્ર માહિતી પ્રસારિત કરવાનો છે, તેના વપરાશકર્તાઓએ તેને માત્ર માહિતી તરીકે લેવી જોઈએ. વધુમાં, વપરાશકર્તા પોતે તેના કોઈપણ ઉપયોગ માટે જવાબદાર રહેશે. GujaratiTak.com આની પુષ્ટિ કરતુ નથી.

1 thought on “8 ઓગષ્ટ આજનું રાશિફળ : આ રાશિ જાતકોનો થશે આજે લાભ”

Leave a Comment