Asian Games 2023 Live Updates : ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, ટોટલ 22 મેડલ સાથે 7 માં ક્રમાંક પર

Asian Games 2023 Live Updates : એશિયન ગેમ્સના પાંચમાં દિવસે ભારતના ખાતામાં પ્રથમ ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતે શૂટિંગમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

ભારતે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ ટીમ ગોલ્ડ મેડલ જીત્યો છે. સરબજોત સિંઘ, શિવા નરવાલ અને અર્જુન સિંહ ચીમાની ભારતીય ત્રિપુટીએ કુલ 1734નો સ્કોર પૂરો કર્યો અને ટીમ ગોલ્ડ માટે ચીનને એક પોઇન્ટથી હાર આપી છે. વિયેતનામ 1730 પોઈન્ટ સાથે સાથે બ્રોન્ઝ જીત્યો.

Asian Games 2023 Live Updates

ભારતે જીત્યો છઠ્ઠો ગોલ્ડ મેડલ, મેન્સ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં મેળવી શાનદાર જીત, એશિયન ગેમ્સ 2023ના પાંચમા દિવસની શરૂઆતમાં જ ભારતે ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે. મેન્સ 10 મીટર એર પિસ્ટલ સ્પર્ધામાં ભારતે ગોલ્ડ મેડલ જીતી લીધો છે. અર્જુન ચીમા, સરબઝોત સિંહ અને શિવ નરવાલની ત્રિપુટીએ આ મેડલ જીત્યો છે.

સમરા કૌરે મહિલાઓની 50 મીટર રાઇફલ 3-પોઝિશન વ્યક્તિગત ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો, જ્યારે મનુ ભાકર, એશા સિંઘ અને રિધમ સંગવાનની ભારતીય ત્રિપુટીએ મહિલાઓની 25 મીટર પિસ્તોલ ટીમ ઇવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

સમરા કૌર, આશિ ચોકસી અને કૌશિક માનિનીએ 50 મીટર રાઈફલ ટીમ ઈવેન્ટમાં 1 હજાર 764ના સ્કોર સાથે રજત ચંદ્રક મેળવ્યો હતો. 50 મીટર રાઈફલ વ્યક્તિગત ઈવેન્ટમાં, આશી ચૌકસીએ કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એશિયન ગેમ્સમાં 41 વર્ષ બાદ ટીમ ઈવેન્ટમાં સુવર્ણ ચંદ્રક જીતવા બદલ ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

આ પણ ખાસ વાંચો:

શ્રાદ્ધ 2023 : 29 સપ્ટેમ્બરથી શરુ થશે શ્રાદ્ધ, જાણો આ દિવસોમાં થતું શ્રાદ્ધનું મહત્વ

Earthquake Alert On Mobile : ગુગલ દ્વારા ખાસ સર્વિસ લોન્ચ કરવામાં આવી, હવે ભૂકંપ આવે તે અગાઉ તમારા સ્માર્ટફોન પર મળી જશે ચેતવણી

Google’s 25th birthday : 25 વર્ષનું થયું ગુગલ, ડુડલ બનાવીને મનાવ્યો બર્થડે

Nepal Vs Mongolia : નેપાળ ક્રિકેટ ટીમે T20 માં 314 રન ફટકારીને 4 નવા વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા

શઢવાળી નૌકા સ્પર્ધામાં નેહા ઠાકુરે રજત ચંદ્રક જીત્યો હતો. 17 વર્ષીય નાવિકે 27ના સ્કોર સાથે આ એડિશનમાં ભારતનો પ્રથમ સેલિંગ મેડલ જીત્યો હતો. એબદાદ અલીએ પુરુષોની વિન્ડસર્ફર સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો હતો.

ટેનિસમાં, યુકી ભામ્બરી અને અંકિતા રૈનાની ભારતની મિક્સ ડબલ જોડીએ પાકિસ્તાનની જોડી અકીલ ખાન અને સારાહ ઈબ્રાહિમને હરાવી ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો.

ગુજરાત સહિત દેશ વિદેશના તમામ પ્રકારના સમાચારની અપડેટ અહીં મળશે. રમત-ગમત હોય કે પછી ટેક્નોલોજી, ધર્મભક્તિ કે પછી કરિયરમાં બનતી તમામ ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાતીતક.કોમ વાંચતા રહો.

મહિલા વુશૂ 60 કિગ્રામાં ભારતની રોશિમિના દેવીએ સિલ્વર મેડલ મેળવ્યો છે. તેમણએ ફાઈનલમાં ચીનની વૂ શિયા ઓવેઈ વિરુદ્ધ 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. નિશાનેબાજીમાં પુરુષોની 10 મીટર પિસ્ટલ ટીમે દેશને વધુ એક ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. બેડમિંટનમાં પણ મહિલા ટીમ ઇવેન્ટમાં ભારતે મંગોલિયા વિરુદ્ધ 3-0થી જીત મળવીને હતી.

Asian Games 2023 Live Updates
Asian Games 2023 Live Updates

Asian Games 2023 Medal Tally

ક્રમદેશગોલ્ડસ્લિવરકાંસ્યકુલ
1ચીન764321140
2કોરિયા19183370
3જાપાન15272466
4ઉઝબેકિસ્તાન6101228
5થાઈલેન્ડ63817
6હોંગકોંગ, ચીન581427
7ભારત571022
8ઈન્ડોનેશિયા32712
9સિંગાપોર2349
10ચાઈનીઝ તાઈપેઈ2349

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment