Asia Cup Final 2023 : એશિયા કપ 2023 ફાઈનલ ભારત Vs શ્રીલંકા મેચ આ રીતે જોઈ શકશો લાઇવ એ પણ ફ્રીમાં

એશિયા કપ 2023 ફાઈનલ ભારત Vs શ્રીલંકા : ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ (એશિયા કપ 2023 ફાઇનલ)ની ફાઇનલ મેચ 17મી સપ્ટેમ્બર એટલે કે આજે રમાશે. આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 03:00 વાગ્યે શરૂ થશે અને ટોસ બપોરે 2:30 વાગ્યે થશે.

એશિયા કપ 2023 ફાઈનલ

એશિયા કપની ફાઈનલ મેચ ભારત-શ્રીલંકા વચ્ચે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે તારીખ 17-09-2023ને રવિવારના બપોરે 03:00 વાગ્યે રમાશે. અહી તમને એ પણ જણાવી દઈએ કે ભારત ફાઈનલમાં પહોંચવાવાળી પહેલી ટીમ હતી, અને શ્રીલંકા ફાઈનલમાં પહોંચવાવાળી બીજી ટીમ છે.

આજ સુધી ભારત અને શ્રીલંકા ફાઈનલમાં 8 રમી ચુક્યા છે જેમાં ભારત 5 વાર (1984, 1988, 1991, 1995, 2010) અને 3 વાર (1997, 2004, 2008) એશિયાકપ જીત્યું છે.

એશિયા કપ 2023 ફાઈનલ
એશિયા કપ 2023

બંને ટીમો વચ્ચેની આ મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાવાની છે. પરંતુ આ મેચ પહેલા હવામાનને લઈને એક મોટું અપડેટ સામે આવી રહ્યું છે. શ્રીલંકામાં સતત વરસાદે એશિયા કપ 2023ની ઘણી મેચોની મજા બગાડી દીધી છે. જેના લીધે ક્રિકેટ રસિકો ઘણા નિરાશ થયા છે, ફાઈનલ મેચમાં પણ કંઈક આવું જ જોવા મળશે.

કોલંબોમાં રવિવારે પણ વરસાદની સંભાવના છે. Weather.com અનુસાર, રવિવારે વરસાદની 80 ટકા શક્યતા છે. મેચના દિવસે બપોરે 1 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ભારે વરસાદ પડી શકે છે. જો હવામાન આમ જ રહેશે તો ચાહકોને આજની મેચ જોવા મળશે તેવી આશા ઓછી છે. કોલંબોમાં રવિવારે પવનની ઝડપ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહી શકે છે. તાપમાન 25-30 ડિગ્રી વચ્ચે હોઈ શકે છે. સાથે જ 78 ટકા ભેજ પણ જોવા મળશે.

ભારત Vs શ્રીલંકા મેચ આ રીતે જોઈ શકશો લાઇવ એ પણ ફ્રીમાં

એશિયા કપ 2023નું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ પર કરવામાં આવશે, તેમજ દરેક મેચનું લાઇવ પ્રસારણ ડીઝની hotstar પર પણ કરવામાં આવે છે, OTT પ્લેટફોર્મ ડીઝની hotstar દ્વારા પેહલેથી જ જાહેરાત કરવામાં આવી હતી કે એશિયા કપ 2023 તેમજ વર્લ્ડકપ 2023 ફ્રીમાં દેખાડવામાં આવશે.

એટલે જો તમારે ફ્રી માં મેચ જોવી હોય તો ગૂગલ પ્લે સ્ટોર પરથી ડીઝની hotstar એપ ડાઉનલોડ કરવાની રહેશે તેમજ ડાઉનલોડ કરી તમારા મોબાઈલ નંબર એન્ટર કરીને signup કરવાનું રહેશે, આમ કરવાથી તમે ફ્રીમાં લાઇવ મેચનો આનંદ માણી શકશો.

આ પણ ખાસ વાંચો:

પાણીના ટાંકા બનાવવા સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

ગુજરાત ખેડૂત સ્માર્ટ ફોન સહાય યોજના 2023 : I Khedut Portal પર 15 ઓકટોબર સુધી કરી શકાશે અરજી

Leave a Comment