Asia Cup 2023 Schedule : એશિયા કપ 2023 કાર્યક્રમ જાહેર, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ

Asia Cup 2023 Schedule : BCCI અને PCBના વિવાદો વચ્ચે આખરે એશિયા કપ 2023 કાર્યક્રમ જાહેર કર્યો, 2 સપ્ટેમ્બરે ભારત પાકિસ્તાન વચ્ચે મેચ શ્રીલંકા ખાતે યોજાશે.

Asia Cup 2023 Schedule

19 જુલાઈના રોજ એશિયા કપ 2023નું ઓફીશયલ શેડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે, એશિયા કપ 2023 ટુર્નામેન્ટ 30 ઓગષ્ટના રોજ થી શરુ થશે. જેમાં ભારત 2 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમીને એશિયા કપ 2023ની શરૂઆત કરશે, જયારે આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ પાકિસ્તાન અને નેપાળ વચ્ચે મુલતાન, પાકિસ્તાનમાં રમાશે.

એશિયા કપ 2023ની ફાઈનલ મેચ 17 સપ્ટેમ્બરના રોજ શ્રીલંકામાં કોલોંબો ખાતે યોજાશે, ભારત, પાકિસ્તાન, અફઘાનીસ્તાન, બાંગ્લાદેશ અને ACC મેન્સ પ્રીમિયર કપની વિજેતા ટીમ નેપાળ વચ્ચે કુલ 13 મેચ યોજાશે, ભારત, પાકિસ્તાન અને નેપાળ ગ્રુપ – 1 માં છે જયારે ગ્રુપ – 2 માં શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન છે.

એશિયા કપ 2023 કાર્યક્રમ

પ્રથમ રાઉન્ડ

  • 30 ઓગસ્ટ – પાકિસ્તાન વિરુદ્ધ નેપાળ – મુલતાન
  • 31 ઓગસ્ટ – બાંગ્લાદેશ વિરુદ્ધ શ્રીલંકા – કેન્ડી
  • 2 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ પાકિસ્તાન – કેન્ડી
  • 3 સપ્ટેમ્બર – બાંગ્લાદેશ વિ અફઘાનિસ્તાન – લાહોર
  • 4 સપ્ટેમ્બર – ભારત વિરુદ્ધ નેપાળ – કેન્ડી
  • 5 સપ્ટેમ્બર – શ્રીલંકા વિરુદ્ધ અફઘાનિસ્તાન – લાહોર

સુપર 4 રાઉન્ડ

  • 6 સપ્ટેમ્બર – A1 વિરુદ્ધ B2 – લાહોર
  • સપ્ટેમ્બર 9 – B1 વિરુદ્ધ B2 – કોલંબો
  • સપ્ટેમ્બર 10 – A1 વિરુદ્ધ A2 – કોલંબો
  • સપ્ટેમ્બર 12 – A2 વિરુદ્ધ B1 – કોલંબો
  • સપ્ટેમ્બર 14 – A1 વિરુદ્ધ B1 – કોલંબો
  • સપ્ટેમ્બર 15 – A2 વિરુદ્ધ B2 – કોલંબો

આમ જોવા જઈએ તો એશિયા કપમાં ભારતનો દેખાવ શાનદાર રહ્યો છે, ભારતીય ટીમ 7 વખત આ ખિતાબ પોતાના નામે કરવામાં સફળ રહ્યું છે, અને બીજી ટીમની વાત કરીએ તો શ્રીલંકાએ 6 વાર આ ટાઈટલ પોતાના નામે કર્યું છે, છેલ્ભાલે ભારત દ્વારા 2018 માં એશિયા કપનું ટાઈટલ પોતાના નામે કરવામાં સફળ થયું હતું, એશિયા કપ 2022 શ્રીલંકા એ પોતાના નામે કર્યો હતો. જો પાકિસ્તાનની વાત કરવામાં આવે તો તે બે વખત ચેમ્પિયન રહ્યું છે, તેને આ ટ્રોફી 2000 અને 2012માં આ ખિતાબ જીત્યો હતો.

હાલ ભારતીય ટીમ વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર છે જ્યાં પ્રથમ ટેસ્ટ મેચ જીતી ગયું છે અને 20 જુલાઈ થી બીજી ટેસ્ટ મેચ શરુ થઇ રહી છે, આ ટેસ્ટ શ્રેણીમાં ભારત 1-0 થી આગળ છે, બીજી ટેસ્ટ દરમિયાન વિરાટ કોહલીના નામે ઘણા વિક્રમ સર્જાશે. અને પાકિસ્તાનની વાત કરીએ તો હાલ પાકિસ્તાન અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ મેચ ચાલી રહી છે જેમાં પાકિસ્તાન જીતની નજીક છે.

Leave a Comment