અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રાયોગિક પ્રારંભ

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના : શ્રમિકોને વિમાનો લાભ આપવા અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો દેશમાં પેહલીવાર નડિયાદમાં પ્રારંભ.

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ તથા ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંકની ‘અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના‘ ના પાયલોટ પ્રોજેક્ટનું કેન્દ્રીય મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં નડિયાદ ખાતેથી લોન્ચિંગ કર્યું.

મુખ્યમંત્રીશ્રીએ આ અવસરે વિવિધ યોજનાઓ અને પહેલ થકી સમાજના ગરીબ, વંચિત, છેવાડાના માનવીના જીવનને સુખમય બનાવવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં નડિયાદમાં શ્રમિકો માટે “અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજના” નો પ્રાયોગિક પ્રારંભ કરવામાં આવ્યો. જીલ્લાના 1 લાખ ગરીબ પરિવારોને 60 દિવસમાં આ યોજનાનો લાભ મળશે.

આ યોજનાના પ્રસંગે કેન્દ્રીય રાજ્ય કક્ષાના સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે ભારતના 28 કરોડ શ્રમિકોના ડેટા લઈને તેમને આ યોજનાનો લાભ આપવામાં આવશે. તેમણે ઉમેર્યું હતું કે ટુંક સમયમાં સામાન્ય લોકો માટે પણ આ યોજનાનો લાભ અપાશે, ભારતભરમાં 5000થી વધુ પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવાની જાહેરાત પણ તેમણે કરી હતી.

અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના
અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, શ્રમિકોને આરોગ્ય વીમાનું કવચ મળતા તેઓ વધારે સુરક્ષિત અને આત્મનિર્ભર બનશે.

આ યોજના હેઠળ 289 અને 499 રૂપિયાના પ્રીમીયમમાં શ્રમિકોને મૃત્યુ અથવા તો આંશિક વિકલાંગતાના કિસ્સામાં 10 લાખ રૂપિયાની સહાય મળશે.

આ પણ ખાસ વાંચો:

PMJAY યોજના અંતર્ગત 11 જુલાઈથી 10 લાખ સુધીનું આરોગ્ય વીમા કવચ મળશે

આધારકાર્ડ : હવે ઘેર બેઠા આધાર કાર્ડ સુધારો ફ્રી માં

માનવ ગરિમા યોજના 2023 : ૨૮ પ્રકારના વ્યવસાય માટે ટૂલ કિટ્સ આપવામાં આવે છે

Leave a Comment

અમારા WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો