AI Hanooman: આવી ગયું ભારતનું સ્વદેશી AI, દેસી કંપનીએ લોન્ચ કર્યું પાવરફુલ ટૂલ, 98 ભાષાઓમાં ઉપલબ્ધ; જાણો કઈ રીતે કામ કરશે અને ડાઉનલોડ ક્યાંથી કરવું?

Hanooman AIએ પહેલા વર્ષમાં 20 કરોડ યૂઝર્સ સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની ભારતમાં જનરેટિવ AI ઈકોસિસ્ટમ તૈયાર કરવા માગે છે.

AI Hanooman

AI જગતમાં સતત નવા પ્લેયર્સની એન્ટ્રી થઈ રહી છે. આ માર્કેટમાં હવે Hanooman AI લોન્ચ થયું છે, જે એક દેસી જનરેટિવ AI પ્લેટફોર્મ છે, જેને દરેક લોકો એક્સેસ કરી શકે છે. આ પ્લેટફોર્મને અબુધાબી બેઝ્ડ AI ઈન્વેસ્ટમેન્ટ ફર્મ 3 AI હોલ્ડિંગ લિમિટેડ અને દેસી કંપની SML (સીત મહાલક્ષ્મી હેલ્થકેર) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.

Hanooman AIએ પહેલા વર્ષમાં 20 કરોડ યૂઝર્સ સુધી પહોંચવાનો ટાર્ગેટ રાખ્યો છે. કંપની ભારતમાં જનરેટિવ AI ઈકોસિસ્ટમ તૈયાર કરવા માગે છે. Hanooman AI ભારતમાં ભાષાકીય અને સામાજિક વિવિધતાનો ફાયદો મેળવવા માગે છે.

આ પણ ખાસ વાંચો:

ઓસ્ટ્રેલિયા જવા માંગતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, વિઝા માટે આ સ્કોર સબમિટ કરવા પડશે

GSEB 10th Result 2024: ગુજરાત બોર્ડ ધો.10નું 82.56 ટકા પરિણામ, એક ક્લિક પર જાણો રિઝલ્ટની A to Z માહિતી

કયાંથી ડાઉનલોડ કરી શકાય છે Hanooman AI

હાલ Hanooman AI ફ્રી છે. જો કે તેનું બેઝિક વર્ઝન જ તમને ફ્રીમાં મળશે. કંપની ટૂંક સમયમાં જ તેનું એક પ્રીમિયમ વર્ઝન પણ લોન્ચ કરશે, જે એડવાન્સ ફીચર્સની સાથે આવશે. કંપનીએ તેણે 2024માં જ લોન્ચ કરી શકે છે. જેણે તમે વેબ અને મોબાઈલ બંને જ પ્લેટફોર્મ પર એક્સેસ કરી શકો છો.

એન્ડ્રોઈડ યૂઝર્સ તેનો મોબાઈલ એપ પણ ડાઉનલોડ કરી શકે છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. તો iOS યૂઝર્સને Hanooman AIની એપ માટે રાહ જોવી પડશે. તમે કોઈ પણ પ્લેટફોર્મ પર તેના વેબ વર્ઝનનો ઉપયોગ કરી શકો છો. આ ઈન્સ્ટોલ કરવા માટે તમારે એકાઉન્ટ ક્રિએટ કરવું પડશે. જે માટે તમે તમારો મોબાઈલ નંબર કે પછી ગૂગલ એકાઉન્ટનો ઉપયોગ કરી શકો છો. એકાઉન્ટ ક્રિએટ થયા બાદ તમે Hanooman AI એપને તમામ સવાલ કરી શકો છો.

શું છે ખાસ ફીચર્સ?

Hanooman AIમાં તમને અનેક ફીચર્સ મળે છે. સૌથી સારી વાત તેનું મલ્ટી લેન્ગવેજ સપોર્ટ છે. આ પ્લેટફોર્મ પર 98 ભાષાઓનો સપોર્ટ મળે છે, જેમાં 12 ભારતીય ભાષાઓ છે. આ ફીચરના કારણે આ કોમ્યુનિકેશન માટે પાવરફુલ ટૂલ બની જાય છે. આ ઉપરાંત Hanooman AIનો ઉપયોગ તમે કન્ટેટ ક્રિએશનમાં પણ કરી શકો છે. જેની મદદથી ક્રિએટિવ ટેક્સ્ટ કે પછી સમરી સહેલાયથી લખી શકાય છે. આ AI ટૂલ તમારી સાથે વાતચીત પણ કરી શકે છે. આ ઉપરાંત તમે વર્ચુઅલ આસિસ્ટન્ટની જેમ પણ કરી શકો છો.

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment