Aditya L1 Live Streaming : આદિત્ય L 1 મિશન લોન્ચ માટે તૈયાર, આ રીતે જોઈ શકશો લાઇવ

Aditya L1 Live Streaming : ભારત Aditya L-1 લોન્ચ કરવા માટે તૈયાર, સૌર મિશન માટે આજથી કાઉન્ટડાઉન શરૂ, જાણો ક્યાં-ક્યાં જોઈ શકશો તેનું લાઈવ સ્ટ્રિમિંગ.

Aditya L1 Live Streaming

આદિત્ય-L1 ને L1 બિંદુની કોરોનલ ભ્રમણકક્ષામાં મૂકીને સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે.

સમગ્ર વિશ્વ ભારતના ચંદ્રયાન મિશનની ઉજવણી કરી રહ્યું છે. ભારત સૌર મિશન આદિત્ય-એલ વન (Aditya-L1) લોન્ચ કરવા માટે તૈયાર છે. ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જણાવ્યું કે, આજથી Aditya-L1 માટે કાઉન્ટડાઉન શરૂ થશે, 2 સપ્ટેમ્બરે સવારે 11 વાગીને 50 મિનિટે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટાથી તેનું લોન્ચિંગ કરવામાં આવશે.

સૂર્ય સ્પેસ મિશન આદિત્ય એલ-વન સાત પેલોડ બોટ પર સાધનો સાથે પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ SLVનો ઉપયોગ કરશે. આ અવકાશયાન સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લાંગ્રેજ બિંદુ એકમાં સ્થાયી થવા માટે લોન્ચ કરવામાં આવશે. ત્યાંથી તે સૂર્ય પર સતત નજર રાખીને તેનો અભ્યાસ કરી શકશે, સ્થાનિક પર્યાવરણ વિશે પણ માહિતી એકઠી કરી શકશે.

ઈસરોના જણાવ્યા પ્રમાણે L1 પોઈન્ટનું અંતર પૃથ્વીથી લગભગ 15 લાખ કિલોમીટર છે. આદિત્ય-L1 ને L1 બિંદુની કોરોનલ ભ્રમણકક્ષામાં મૂકીને સૂર્યનો અભ્યાસ કરવામાં આવશે. ઈસરોના મતે સૂર્ય આપણી સૌથી નજીકનો તારો છે. તારાઓના અભ્યાસમાં તે આપણને સૌથી વધુ મદદ કરી શકે છે.

ઈસરોએ આદિત્ય એલ-1નું લોન્ચિંગ દુનિયાને બતાવવા માટે ખાસ વ્યવસ્થા કરી છે. તેની વેબસાઈટ પર, સંસ્થાએ પ્રેક્ષકોને શ્રીહરિકોટામાં કેન્દ્રથી આદિત્ય L-1નું લાઈવ લોન્ચ જોવા માટે વ્યુ ગેલેરી સીટો બુક કરવાનો વિકલ્પ આપ્યો હતો. જો કે, આ માટે માત્ર સીમિત સીટો હતી, જે રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ જ ભરાઈ ગઇ હતી.

એટલું જ નહીં, ISROની વેબસાઈટ isro.gov.in પર જઈને દર્શકો આદિત્ય એલ-1ના લોન્ચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકશે અને ક્ષણ-ક્ષણ અપડેટ્સ મેળવી શકશે. આ સિવાય યુઝર્સ ઈસરોની વેબસાઈટ અને યુટ્યુબ ચેનલ પર લોન્ચને લાઈવ સ્ટ્રીમ પણ કરી શકે છે.

આ પણ ખાસ વાંચો:

મેરા બીલ મેરા અધિકાર યોજના : વાપીથી મેરા બિલ મેરા અધિકાર” યોજનાનો પ્રારંભ થશે

સરકાર આપશે લોન : કેન્દ્ર સરકાર 18 પ્રકારના કારીગરોને 3 લાખ સુધીની લોન જામીનગીરી વિના આપશે

Phonepe Share Market App : ફોનપે શેર માર્કેટ એપ લોન્ચ કરી, યુઝર્સ માટે ટ્રેડીંગ સરળ બન્યું

Leave a Comment