જુનાગઢમાં જળબંબાકાર : જૂનાગઢમાં આભ ફાટ્યુ 3 કલાકમાં 16 ઇંચ વરસાદ

જુનાગઢમાં જળબંબાકાર : જૂનાગઢમાં વરસાદનું રોદ્ર સ્વરૂપ, છેલ્લા ચાર કલાક થી અનરાધાર વરસી રહ્યો વરસાદ, ગિરનાર પર્વત ઉપર આશરે 14 ઇંચ વરસાદ પડતા પર્વત ઉપરનું પાણી શહેરમાં ઘૂસ્યું.. જૂનાગઢમાં ચારે બાજુ જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જૂનાગઢમાં ચાર વાગ્યા સુધીમાં આશરે આઠ ઇંચ વરસાદ

જુનાગઢમાં જળબંબાકાર

ગુજરાતની અંદર સૌરાષ્ટ્રમાં ત્રીજા રાઉન્ડમાં ધબડાટી બોલાવી છે એમાં પણ 22 જુલાઈના રોજ મેઘરાજાએ જુનાગઢમાં કાળો કહેર વર્તાવ્યો એમ લાગે છે, જૂનાગઢમાં આભ ફાટ્યું છે, જેમાં ત્રણ કલાકમાં ગીરનાર પર્વત પર આશરે 14 ઇંચ વરસાદ પડતા શહેરમાં પાણી ઘુસ્યા હતા, જેના લીધે જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.

અહી નીચે આપેલ વિડીયોમાં આપ જોઈ શકશો કે લગભગ શહેરના દરેક વિસ્તારમાં પાણી પાણી જ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, આ વિડીયો યુઝર દ્વારા અલગ અલગ સોશિયલ મીડિયામાં અપલોડ કરવામાં આવેલ છે, જે અહી અપલોડ કરવામાં આવ્યા છે.

જૂનાગઢમાં ભારે વરસાદના કારણે જીલ્લા પોલીસ વડાએ લોકોને સાવચેત અને સલામત રેહવા માટે અપીલ કરી છે, અને ઘરની બહાર ણ નીકળવા સુચના આપી છે.

અહી ઉપર આપેલ વિડીયોમાં જોઈ શકાય છે કે દીવાલ ધરાશાહી થતા સહેરમાં પાણી ઘુસ્યા છે, અને તેમાં રહેલ ગાડીઓ રમકડાની જેમ પાણીની અંદર વહી રહી છે, અને લોકોના ઘરોમાં પાણી ઘુસી રહ્યા છે.

જૂનાગઢ જિલ્લાને મેઘરાજા ધમરોળી રહ્યા છે. વહેલી સવારથી ભારે વરસાદના કારણે રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે. ગિરનાર અને દાતર પર્વત ઉપર સાંબેલાધારે વરસાદ પડતાં કાળવા નદી બે કાંઠે થઇ છે. જ્યારે ભવનાથ કાળવા ચોક અને મોતીબાગ વિસ્તારમાં ભયંકર સ્થિતિનું નિર્માણ થયું છે.

જુનાગઢમાં મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે હાલ, જુનાગઢમાં વાદળ ફાટતા અનરાધાર 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જુનાગઢમાં છેલ્લા ત્રણ કલાકમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ ખાબકતા પાણી પાણી થઇ ગયુ હતુ. જુનાગઢમાં ગિરનાર પર્વત પર પણ અનારાધાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે શહેરમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા હતા અને વાહનો પાણીમાં તણાયા હતા.

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે, જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

આ પણ ખાસ વાંચો:

ISRO ગગનયાન મિશન : ઈસરો રચશે ફરીથી ઈતિહાસ, ગગનયાન SMPSનું સફળ પરીક્ષણ

Chandrayaan 3 : ઓનબોર્ડ કેમેરાથી લોન્ચિંગ વિડીયો ઈસરો દ્વારા જાહેર કરાયો

Leave a Comment