10 પાસ ભરતી : ગાંધીનગર હોમગાર્ડ ભરતી 2023 જાહેર, 10 પાસ ઉમેદવાર માટે સોનેરી તક

ધોરણ 10 પાસ ઉમેદવાર માટે સોનેરી તક, ગાંધીનગર ગ્રામ્ય જિલ્લા હોમગાર્ડ્ઝ દ્વારા ગાંધીનગર હોમગાર્ડ ભરતી 2023 જાહેર, ૧૧૪ જગ્યા માટે ઓફલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે.

ગાંધીનગર હોમગાર્ડ ભરતી 2023

ગાંધીનગર હોમગાર્ડ ભરતી 2023 : ગાંધીનગર જિલ્લા હોમગાર્ડઝ તાબાના નીચે મુજબના યુનિટો માટે 108 પુરુષ, 06 મહિલા મળી કુલ 114 હોમગાર્ડઝની ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં લાગુ પડતા વિસ્તારના 08 કી.મી ત્રિજ્યામાં આવતા યુંનીતોના પોલીસ સ્ટેશન વિસ્તારના રહેવાસી હોય તેવા ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ ભરી જે – તે યુનિટ કચેરી ખાતે 27-10-2023 થી 10-11-2023 સુધી સવારે 11:00 થી 17 કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે. તેમજ ભરતી અંગેની માહિતી તેમજ ભરતી ફોર્મ ઓફિશ્યલ વેબસાઈટ પર મુકેલ છે, જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી કરવાની રહેશે.

આ હોમગાર્ડઝ સભ્યોને માનદ સભ્ય તરીકે ભરતી કરવાની છે. જેમાં સરકારશ્રીને જરૂર પડ્યે અગત્યની ફરજ ઉપર બોલાવવામાં આવશે. ફરજ ઉપર બોલાવવામાં આવે ત્યારે સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર તેઓને માનદ વેતન તરીકે Rs.450/- ફરજ ભથ્થું અને Rs.04/- ધોલાઈ ભથ્થું પ્રતિ દિન મળવાપાત્ર રહેશે. સદર ભરતી કાયમી કર્મચારી તરીકેની કરવાની થતી નથી. પરંતુ માનદ સંસ્થામાં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરવામાં આવનાર છે. જેથી કાયમી કર્મચારી તરીકેના કોઈ હક્ક મળવાપાત્ર રહેશે નહિ.

આ પણ ખાસ વાંચો:

Jio Space Fiber : રિલાયન્સ જિયોની જિયો સ્પેસ ફાઈબર ટેકનોલોજી લોન્ચ

થાઈલેન્ડ વિઝા ફ્રી : ભારતીયો માટે થાઈલેન્ડ જવા માટે વિઝાની જરૂર નહી

12th Fail Review : 12મું ફેઈલની સફર તમને રડાવી દેશે, IPS બનવાની પ્રેરણાદાયી કહાની

Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, ક્યાં કેટલી જગ્યા

યુનિટનું નામપુરુષમહિલાકુલ
ગાંધીનગર35439
ચિલોડા18018
ડભોડા707
મોટી આદરજ404
ઉવારસદ25025
ઉનાવા303
દહેગામ729
રખિયાલ303
કલોલ404
માણસા202

ગાંધીનગર હોમગાર્ડ ભરતીમાં અરજી કરવા ઇચ્છા ઉમેદવારોએ ઓછામાં ઓછું ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ. આ ઉપરાંત નોટિફિકેશનમાં જણાવેલા ધારાધોરણ પ્રમાણે લાયકાત હોવી જોઈએ. ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર નોટિફિકેશન ચોક્કસ વાંચવું.

ગાંધીનગર હોમગાર્ડ ભરતી 2023
Home Guard Recruitment 2023

ગાંધીનગર હોમગાર્ડ ભરતી માટે ઉમેદવારો માટે કેટલાક શારીરિક ધારાધોરણ નક્કી કરવામાં આવ્યા છે જે આ પ્રમાણે છે

  • પુરુષ : 162 સેમી ઉંચાઈ | 50 કિગ્રા વજન | છાતી 79 cm , 84 cm ફુલાવેલ | 1600 મીટર દોડવું
  • સ્ત્રી : 150 સેમી ઉંચાઈ | 40 કિગ્રા વજન | 800 મીટર દોડવું

લાયકત ઉમેદવારો જ ફોર્મ ભરી શકશે. અરજી ફોર્મ જે તે યુનિટની કચેરી ખાતે 10 નવેમ્બર 2023 સુધી સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે. ભરતી અંગે સંપૂર્ણ માહિતી homeguards.gujarat.gov.in વેબસાઇટ પર મુકવામાં આવી છે. જેને કાળજીપૂર્વક વાંચી સમજી અરજી કરવાની રહેશે.

Gandhinagar Home Guard Recruitment 2023 : ગાંધીનગર હોમગાર્ડ ભરતી, મહત્વપૂર્ણ તારીખો

  • પ્રારંભ તારીખ 27/10/23
  • છેલ્લી તારીખ: 10/11/23
મહત્વપૂર્ણ લિંક
સત્તાવાર જાહેરાતઅહીંથી વાંચો
એપ્લીકેશન ફોર્મઅહીંથી ડાઉનલોડ કરો

ઝડપી અને વિશ્વસનીય સમાચાર માટે અમને ફોલો કરો

વોટ્સએપ પર ન્યૂઝ મેળવવા માટે અહીં ક્લિક કરી ગ્રુપ જોઈન કરો

ફેસબુક પર અમને ફોલો કરવા અહીં ક્લિક કરો

ગુગુલ ન્યુઝ પર અમને ફોલો કરવા અહી ક્લિક કરો

Leave a Comment